અગરતલા,વિરોધ પક્ષ માકપા અને કોંગ્રેસે મળી ૧૬ ફેબ્રુઆરીએ થયેલ ત્રિપુરા વિધાનસભા ચુંટણી લડી હતી તેમણે વિધાનસભા અધ્યક્ષની ચુંટણી માટે સત્તારૂઢ ભાજપની વિરૂધ સંયુકત ઉમેદવાર ઉભો કર્યો છે. નવ રચાયેલી ત્રિપુરા વિધાનસભાના પહેલા ત્રણ દિવસીય સત્રમાં નવા અધ્યક્ષની ચુંટણીની સાથે શરૂ થશે
માકપા જેના ૧૧ સભ્ય છે અને ત્રણ ધારાસભ્યોવાળી કોંગ્રેસે ભાજપના બિસ્વા બંધુ સેનની વિરૂધ અનુભવી કોંગ્રેસ નેતા ગોપાલ રોયને મેદાનમાં ઉતાર્યા છે.જે ગત વિધાનસભામાં ઉપાધ્યક્ષ હતાં.૧૩ બેઠકોની સાથે ટિપરા મોથા પાર્ટી(ટીએમપી) વિધાનસભા ચુંટણીમાં ભાજપ બાદ બીજી સૌથી મોટી પાર્ટીના રૂપમાં ઉભરી,ભાજપે ૩૨ બેઠકો મળી જયારે તેના સાથી ઇડીજેનસ પીપલ્સ ફ્રંટ ઓફ ત્રિપુરા(આઇપીએફટી)ને એક બેઠક મળી છે.
ટીએમપી સુપ્રીમ પ્રદ્યોલ વિક્રમ માણિકય દેવ બર્મને જણાવ્યું હતું કે પાર્ટીના ૧૩ ધારાસભ્યોની સાથે બેઠક બાદ તેમની પાર્ટીના વલણને અંતિમ રૂપ આપવામાં આવ્યા છે.ત્રિપુરા કોંગ્રેસના અધ્યક્ષ અને ધારાસભ્ય બિરજીત સિન્હાએ પહેલા કહ્યું હતું કે ટીએમપી અધ્યક્ષ પદ માટે ગોપાલ રોયનું સમર્થન કરશે.