મહારાષ્ટ્રમાં ૪૩૭, દિલ્હીમાં પણ કેસો વધ્યા , કોરોનાની સ્પીડ વધતા મોદી સરકાર એક્શનમાં આવી

  • ભારતમાં કોરોનાના એક્ટીવ કેસની સંખ્યા વધીને ૮૬૦૧ થઈ ગઈ છે.

નવીદિલ્હી,દેશમાં કોરોનાના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. કેસો ફરીથી ડરાવવા લાગ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે માસ્ક અને સેનેટાઈઝેશન મામલે એક એડવાઈઝરી જાહેર કરી છે. આ એડવાઈઝરીની સાથે સાથે દિલ્હીની હોસ્પિટલોમાં પરિસ્થિતિને જાણવા માટે મોક ડ્રીલનું પણ આયોજન થશે. દિલ્હીમાં સંક્રમણનો પોઝીટીવી રેટ વધી રહ્યો છે. દેશમાં ફરી એકવાર કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે.

દિલ્હી અને મહારાષ્ટ્ર સહિત દેશના અન્ય ભાગોમાં કોરોનાના કેસ હવે તબીબી નિષ્ણાતોનું ટેન્શન વધારી રહ્યા છે. રાજધાની દિલ્હીમાં કોરોનાના ૧૩૯ નવા કેસ નોંધાયા હતા. તો બીજી તરફ દેશમાં નવા ૧૫૯૦ દર્દીઓ સામે આવતા દેશનું આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે. ભારતમાં કોરોનાના એક્ટીવ કેસની સંખ્યા વધીને ૮૬૦૧ થઈ ગઈ છે. ૧૪૬ દિવસ પછી દેશભરમાં એક જ દિવસમાં આટલા દર્દીઓ સામે આવ્યા છે.

મહારાષ્ટ્રમાં કોવિડના ૪૩૭ નવા કેસ નોંધાયા હતા, તો બીજી તરફ કોવિડને કારણે ૨ લોકોના મોત થયા છે. હાલમાં રાજ્યમાં ૧૯૫૬ એક્ટિવ કેસ છે. મહારાષ્ટ્રમાં કોવિડના કેસ વધીને ૮૧,૪૧,૪૫૭ પર પહોંચ્યા છે, અને મૃત્યુઆંક વધીને ૧,૪૮,૪૩૫ થઈ ગયો છે. આ પહેલા શુક્રવારે રાજ્યમાં ૩૪૩ નવા કેસ સામે આવ્યા હતા, જ્યારે ત્રણ દર્દીઓના મોત થયા હતા. શનિવારે ઔરંગાબાદ અને કોલ્હાપુરમાં એક-એક દર્દીનું મોત થયું હતું.એચ૩એન૨ને લઈને જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ વર્ષે અત્યાર સુધીમાં મહારાષ્ટ્રમાં એચ૩એન૨ વાયરસથી ૩૦૬ અને એચ૧એન૧ વાયરસથી ૪૨૭ લોકો સંક્રમિત થયા છે.

મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે ખાસ કરીને પહેલાથી જ બીમાર અને વૃદ્ધોએ ભીડભાડ વાળી જગ્યાો સાથે સાથે અશુદ્ધ હવાવાળી જગ્યાઓ પર જવાનું ટાળવું જોઈએ. તબીબી આરોગ્ય ક્ષેત્રમાં રોકાયેલા પેરામેડિક્સ, દર્દીઓ અને તેમના સંબંધીઓએ માસ્ક પહેરવું જોઈએ. ગીચ અને બંધ જગ્યાએ માસ્ક પહેરવું જ જોઈએ. છીંક કે ખાંસી વખતે નાક અને મોં ઢાંકવા માટે રૂમાલ/ટીશ્યુનો ઉપયોગ કરવો જોઈએ. હાથની સ્વચ્છતા જાળવવી, હાથ વારંવાર ધોવાનું રાખો. જાહેર સ્થળોએ થૂંકવાનું ટાળો. કોવિડ ટેસ્ટને પ્રોત્સાહન આપવું જોઈએ અને લક્ષણોના જો દેખાય તો તેવા કિસ્સામાં ટૂંક સમયમાં માહિતી શેર કરવી જોઈએ. જો તમે શ્ર્વસન સંબંધી રોગોથી પીડિત હોવ તો સાવચેત રહેવાની જરૂર છે. સંમિશ્રણ મર્યાદિત હોવું જોઈએ. કોરોનાથી બચવા માટે લોકોએ રસીકરણ કરાવવું જોઈએ.