રાહુલ ગાંધીના સમર્થનમાં કોંગ્રેસ રસ્તા પર ; ગુજરાતમાં ધરણા કરતા અનેક નેતાઓની અટકાયત કરાઈ

અમદાવાદ,રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ રદ થવા અંગે કોંગ્રેસનું દેશભરમાં આંદોલન કર્યું છે. કેન્દ્ર તથા રાજ્ય કક્ષાએ કોંગ્રેસનું સંકલ્પ સત્યાગ્રહ આંદોલન આજે યોજાયું હતું કોંગ્રેસનાં પ્રદર્શન પહેલાં રાજઘાટ પર કલમ ૧૪૪ લાગુ કરાઈ હતી તેથી દિલ્હીમાં રાજઘાટના બદલે ગાંધી દર્શન સ્મારક ખાતે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

રાહુલ ગાંધીની સદસ્યતા રદ થવા અંગે ગુજરાત કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો હતો.અમદાવાદમાં કોંગ્રેસનું સંકલ્પ સત્યાગ્રહ કરાયું હતું. સરદાર બાગ ધરણાં અને વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો. આ ધરણાંના કાર્યક્રમને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો. તો વિરોધ પ્રદર્શન કરતા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરાઈ હતી. અમિત ચાવડા, જગદીશ ઠાકોર, ભરતસિંહ સોલંકી સહિતના કોંગ્રેસના નેતાઓ ધરણાં કરી વિરોધ વ્યક્ત કર્યો હતો.

રાજકોટ રાહુલ ગાંધીનું સાંસદ પદ રદ થવાનો મુદ્દે કોંગ્રેસ દ્વારા જુબેલી ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરાયું. ગાંધીજીના પૂતળાં ખાતે ડર મત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જોકે કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરે તે પહેલા જ કોંગ્રેસના કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

વડોદરામાં રાહુલ ગાંધીના સમર્થનમાં કોંગ્રેસના કાર્યકરોએ ધરણાંનું આયોજન કર્યુ હતું. ગાંધીનગર ગૃહ ખાતે ધરણાંનો કાર્યક્રમ યોજાયો હતો. જેમા પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. ધરણાં પર બેસેલા કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરાઈ હતી. લગભગ ૨૫થી વધુ કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરાઈ હતી. VMC માં વિપક્ષના નેતા અમી રાવતની અને VMC માં વિપક્ષના પૂર્વ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવની પણ અટકાયત કરાઇ હતી.