દેશના લોકો ભૂખે મરી રહ્યા છે,ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગે તેની પુત્રીને ૨ લાખનું વિદેશી જેકેટ પહેરાવ્યું

તહેરાન,ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન અને તેમની પુત્રીની એક તસવીર વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં કિમ જોંગની પુત્રી ૨ લાખની કિંમતનું જેકેટ પહેરેલી જોવા મળી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જોંગ પોતાની પુત્રી સાથે ઇન્ટરકોન્ટિનેન્ટલ મિસાઇલ લોન્ચ જોવા માટે પહોંચ્યા હતા. તમને જણાવી દઈએ કે વેલ્વેટ હૂડવાળું આ કાળા રંગનું જેકેટ સંપૂર્ણપણે વોટરપ્રૂફ છે.

દક્ષિણ કોરિયાના એક બ્રોડકાસ્ટરે જણાવ્યું કે આ જેકેટ ફ્રેન્ચ લક્ઝરી ફેશનમાંથી લેવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, કોરોના મહામારી બાદ ઉત્તર કોરિયામાં ખાદ્યપદાર્થોનું મોટું સંકટ ઉભું થયું છે. ત્યાંના લોકો ખોરાકની સમસ્યાથી પરેશાન છે. જોકે ત્યાંના નિષ્ણાતોના મતે દેશમાં દુકાળ નથી. આ દરમિયાન કિમ જોંગની પુત્રીના મોંઘા જેકેટે કિમ જોંગની કાર્યશૈલી પર ઘણા સવાલો ઉભા કર્યા છે.

એક રિપોર્ટ જાહેર કરીને કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્રના પ્રતિબંધ છતાં ૧૬ માર્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ દરમિયાન મિસાઈલ છોડવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર, ઉત્તર કોરિયાનું આ ત્રીજુ શક્તિ પ્રદર્શન હતું. તે સમયે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યૂન સુક યેઓલ જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા સાથે સમિટ માટે ટોક્યો ગયા હતા.

અહેવાલો અનુસાર, દક્ષિણ કોરિયાના ધારાસભ્ય થા યોંગ-હોએ પહેલેથી જ દાવો કર્યો હતો કે કિમ જોંગ ઉનની પુત્રી ક્યારેય ઉત્તર કોરિયા પર શાસન કરશે નહીં, કારણ કે તેના પિતા તેમની શક્તિ ગુમાવી રહ્યા છે, અને તેમના લોકો તેમના પર વિશ્ર્વાસ કરતા નથી. એક રેડિયો ઈન્ટરવ્યુમાં કહ્યું કે મને નથી લાગતું કે કિમ જોંગ પરિવારની ચોથી પેઢી ઉત્તર કોરિયામાં રાજ કરશે.

તેમણે કહ્યું કે કિમ જોંગ ઉને સત્તા સંભાળી ત્યારથી દાયકામાં ઉત્તર કોરિયા ખૂબ જ અસ્થિર અને અસામાન્ય દિશામાં ખૂબ આગળ વધી ગયું છે. કિમ તેના બાળકો સાથે જાહેરમાં દેખાઈ આવે છે, અહેવાલો અનુસાર તે છેલ્લા ચાર મહિનામાં ઓછામાં ઓછા પાંચ વખત તેની પુત્રી સાથે દેખાયો છે. આ પહેલા કિમ થોડા મહિના પહેલા તેની પુત્રીનો હાથ પકડેલી જોવા મળી હતી.તે સમયે તેની પુત્રીએ સફેદ જેકેટ પહેર્યું હતું. ત્યારે જ બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તે સમયે તેની પત્ની રી સોલ જૂ પણ કિમની સાથે હતી.