ગોધરા,
ગોધરા અલી મસ્જીદ પાછળ બાવળની ઝાડીઓમાં જુગાર રમતા સ્થળે પોલીસે રેઈડ કરી ત્રણ ઈસમોને ઝડપી પાડયા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા અલી મસ્જીદ પાછળ બાવળની ઝાડીઓમાં કેટલાક ઈસમો જુગાર રમતા હોય તેવી બ બાતમીના આધારે બી ડીવીઝન પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન મહંમદ રીઝવાન હુસેન વાઢેલ, જાબીર મહમદ હનીફ તાસીયા, ઈમરાન હસેન મીઠાને ઝડપી પાડી દાવ ઉપર મુકેલ અને અંગઝડતીમાં રૂપીયા 2,210/- જપ્ત કરવામાં આવ્યા. પોલીસની રેઈડ દરમિયાન સુલતાન સિદ્દિક કાલુ ઉર્ફે ડગલ નાશી જતાં વોન્ટેડ જાહેર કરાયો.