સુરેશાનંદજી મહારાજ અને સામાજીક આગેવાન અજીતદેવ પારગી વિષેશ ઉપસ્થિત રહ્યા.
તા.25/3/23 ઝાલોદ તાલુકાના ચિત્રોડીયા ગામે દેવલા કટારા ફળિયામાં રામદેવજી મંદિર આવેલુ છે. હાલમા પવિત્ર ચૈત્રી નવરાત્રીના દિવસો ચાલી રહ્યા છે. ત્યારે ગામના અરવિંદભાઈ ભારતીય સેનામા ફરજ બજાવે છે. હાલ રજાપર હોય અને તેઓને હાલ અખંડ ચૈત્રી નવરાત્રીનુ વ્રત ચાલે છે અને બાબા રામદેવજી મંદિરનો પણ વાર્ષિક પાટોત્સવ આવતો હોય તેમના દ્વારા તેમજ ભક્તોના સહયોગ થી ભવ્ય ધાર્મિક કાર્યક્રમ અને ભંડારાનુ આયોજન કરવામાં આવ્યું હતું. હોમ હવન બાદ એકલ વિધાલયના હરિકથા ના કાર્યકર્તા મોહનભાઇ અને બહેનો દ્વારા સુંદર રીતે સુંદરકાંડ કરવામાં આવ્યો હતો. અને ચિત્રોડીયા ગામ તથા આસપાસના ગામોના અનેક ભાવિક ભક્તોએ આ કાર્યક્રમનો લાભ લિધો હતો. સાંજના મહાઆરતીમા પણ અનેક ભક્તો જોડાયા હતા અને ભોજન પ્રસાદ લિધો હતો. આ કાર્યક્રમ માં સુરેશાનંદજી મહારાજ અને સામાજીક આગેવાન અજીતદેવ પારગી ખાસ ઉપસ્થિત રહ્યા હતાં અને ભજન સત્સંગ વખતે ભક્તોની સભાને સંબોધી હતી અને પૂ.રામદેવજી મહારાજનુ જીવન અને આજની પરિસ્થિતિ અને આદિવાસી સમાજની સ્થિતિ વિશે પ્રકાશ પાડ્યો હતા અને આપણા સાંસ્કૃતિક ગૌરવને આગળ ધપાવવા આહ્વાન કર્યુ હતું. ભોજન પ્રસાદમાં મુકેશભાઈ ગારીજી એ સરસ સેવા આપી હતી. આ કાર્યક્રમમાં હિન્દુ સંગઠનોના કેટલાક કાર્યકર્તાઓ અને ગામના આસપાસના આગેવાનો મનિષભાઈ પંચાલ, દેવભાઈ પિઠાયા, રમસુભાઈ કટારા, સુરેશભાઈ વસૈયા મુકેશભાઈ વસૈયા જેવા આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને અરવિંદભાઈ કટારા તથા મંદિર સમિતિના ભાઈઓને સરસ કાર્યક્રમ આયોજિત કરવા બદલ જાહેર આનંદ વ્યક્ત કર્યો બતો.