દાહોદ જિલ્લાના દે.બારિયા તાલુકાના ડભવા ગામે એસ.એસ.સી.ની પરીક્ષા આપી ઘરે જતી હતી ચાર વિદ્યાર્થીનીઓને અજાણ્યા વાહન ચાલકે અડફેટમાં લેતા ગંભીર ઇજાઓ ચારે વિદ્યાર્થીનીઓને સારવાર હેઠળ ખસેડાઈ

  • ડભવા ગામની સર્વોદય વિદ્યામંદિર શાળા ખાતે તતભ ની પરીક્ષા આપવા આવી હતી.
  • પરીક્ષા પુરી થતા સાગટાળા ગામે ચાલતી જતી ચાર વિદ્યાર્થીનીઓને અજાણ્યા વાહન ચાલકે અડફેટમાં લીધી.
  • અજાણ્યા વાહનની અડફેટે આવેલી ચારે વિદ્યાર્થીનીઓને ગંભીરી ઇજાઓ.
  • ચાર વિદ્યાર્થીનીઓ મા બે સગી બહેનો.
  • અકસ્માત સર્જાતા ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા.
  • ચારે વિદ્યાર્થીનીઓને 108 એમ્બ્યુલન્સમાં દેવગઢબારિયા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી

દાહોદ,

દેવગઢ બારીયા તાલુકાના ડભવા ગામે SSC પરીક્ષા આપવા આવેલી ગામની ચાર વિદ્યાર્થીનીઓ પરીક્ષા આપી પરત ઘરે સાગટાળા જતા નડ્યો અકસ્માત પાછળ થી આવેલ એક ફોર વ્હીલર ગાડીના ચાલકે ચાર વિદ્યાર્થીનીઓને અડફટે માં લેતા ચાર વિદ્યાર્થીનીઓને ગંભીર ઈજા અક્સ્માત થતા પરીવારજનો સહિત પોલીસ ઘટના સ્થળે વાહન ચાલક અકસ્માત સર્જી ફરાર પોલીસે તપાસ હાથ ધરી.

પ્રાપ્ત માહિતી મુજબ દેવગઢ બારીઆ તાલુકાના ડભવા ગામે સર્વોદય વિદ્યામંદિર શાળા સાગટાળા માં હાલ મા SSCની પરીક્ષા ચાલતી હોય અને આ પરીક્ષામાં આસપાસના વિસ્તારના અનેક વિદ્યાર્થીઓ SSCની પરીક્ષા આપવા આવતા હોઈ જે પરીક્ષાને લઈ આજે સાગટાળા ગામની બે બહેનો હંસા નરવતભાઈ નાયક ઉ.વ. 16, દક્ષા નરવતભાઈ નાયક ઉ.વ. 16 તેમજ ફળિયાની સેજલ રમેશભાઈ નાયક ઉ.વ. 16, ધર્મિષ્ઠા મહેશભાઇ નાયક ઉ.વ. 16 એમ ચાર વિદ્યાર્થીનીઓ પરીક્ષા આપવા માટે સવારે ડભવા સર્વોદય વિદ્યામંદિર શાળામાં આવી હતી અને બપોરના પેપર પુરૂ થતા દોઢ વાગ્યાંના અરસામાં આ ચાર વિદ્યાર્થીનીઓ સાથે પોતાના ઘરે જવા નિકળેલ તે વખતે શાળા થી થોડે દુર જતા પાછળ થી એક અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન ગફલત રીતે હંકારી લાવી આ રસ્તાની બાજુમાં ચાલતી ચારે વિદ્યાર્થીનીઓને એક પછી એક એમ અડફટેમાં લેતા ચારે વિદ્યાર્થીનીઓ રોડ ની સાઇટ મા ફંગોળાઈ ગઇ હતી. જે વખતે નજીકમા ચાલતા અન્ય ગ્રામજનો તેમજ અન્ય વિદ્યાર્થીઓ આ અક્સ્માત જોતા દોડી આવ્યા હતા અને જોતા આ ચારે વિદ્યાર્થીનીઓને ઈજા થતાં તેમના પરિવારજનોને જાણ કર્તા તેઓ પણ દોડી આવ્યા હતા. તેમજ આ બનાવની જાણ સ્થાનિક પોલીસને કરતા પોલીસ પણ દોડી આવી હતી અને આ ઇજાગ્રસ્ત ચારેય વિદ્યાર્થીનીઓને 108 એમ્બ્યુલન્સમાં દેવગઢ બારીયાની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થ ખસેડવામાં આવી હતી. બીજી તરફ આ ચારેય વિદ્યાર્થીઓને અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈને નાશી છૂટ્યો હતો. ત્યારે ધર્મિષ્ઠા નાયકને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેને ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જ્યારે અન્ય ત્રણને પણ વધુ સારવાર અર્થે બહાર ખસેડવામાં આવે તેમ દેખાય આવ્યું હતું. ત્યારે પોલીસે ડભવા ગામમાં અકસ્માત સર્જી નાશી છૂટેલા ચાલકને ઝડપી પાડવા માટે સીસીટીવી તપાસી સ્થાનિક લોકોની પૂછપરછ હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે.