ભાજપ મુસ્લિમોને લલચાવશે,મન કી બાતના ૧૨ એપિસોડનું ઉર્દૂમાં અનુવાદ કરી તેને એક પુસ્તક તરીકે પ્રકાશિત કરશે

  • ઉત્તરપ્રદેશના મદરેસા,ઉલમા અને અન્ય ઇસ્લામી વિદ્વાનોની વચ્ચે ભેટ તરીકે વિતરીત કરવાની તૈયારી કરી રહી છે.

નવીદિલ્હી,ભાજપ રમજાન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં કરવામાં આવેલા સંબોધનોના સંકલનને ઉર્દૂ પુસ્તકનું સ્વરૂપ આપી તેને ઉત્તરપ્રદેશના મદરેસા,ઉલમા અને અન્ય ઇસ્લામી વિદ્વાનોની વચ્ચે ભેટ તરીકે વિતરીત કરવાની તૈયારી કરી રહી છે.આ પગલાને આગામી લોકસભા ચુંટણીને લઇ મુસલમાનોમાં પોતાની પકકડ બનાવવાની યોજના તરીકે જોવામાં આવી રહી છે.

ઉત્તરપ્રદેશ ભાજપ લધુમતિ મોરચાના અધ્યક્ષ કુંવર બાસિત અલીએ કહ્યું કે વડાપ્રધાનના રેડિયો કાર્યક્રમ મન કી બાતના વર્ષ ૨૦૨૨ના ૧૨ એપિસોડનું ઉર્દૂમાં અનુવાદ કરી તેને એક પુસ્તક તરીકે પ્રકાશિત કરવા જઇ રહી છે જાન્યુઆરી ૨૦૨૨થી ડિસેમ્બર ૨૦૨૨ સુધીની કડીઓને તેમાં સામેલ કરવામાં આવશે તાબિશ ફરીદે આ એપિસોડોનું અનુવાદ કર્યું છે. તેમણે કહ્યું કે હજુ આ પુસ્તક તૈયાર કરવામાં આવી રહ્યું છે.ઉર્દૂમાં અનુવાદ કરવામાં આવ્યું છે અને આશા છે કે રમજાન દરમિયાન આ પુસ્તરને તૈયાર કરી છપાવવામાં આવશે.

અલીએ કહ્યું કે આ પુસ્તકમાં જાણિતા ઉલમાના સંદેશોને પણ એકત્ર કરી પ્રકાશિત કરવામાં આવશે.તેમણે કહ્યું કે દારૂલ ઉલુમ દેવબંધ અને નદવતુલ ઉલમા જેવા વિશ્ર્વ વિખ્યાત ઇસ્લામી શિક્ષણ સંસ્થાનોના પ્રમુખો ઇસ્લામિક સેન્ટર ઓફ ઇન્ડિયાના રહનુમા મૌલાના ખાલિદ રશીદ ફરંગી મહલી અને મુખ્ય શિયા ધર્મગુરૂ મૌલાના કલ્બે જવાદ સહિત અનેક જાણિતા મુસ્લિમ વિદ્રાનોથી શુભકામના સંદેશ માટે સંપર્ક કરવામાં આવશે અલીએ કહ્યુું કે આ પુસ્તકની એક લાખ કોપી છપાવવામાં આવશે.આ પુસ્તકનું વેચાણ માટે ઉપલબ્ધ રહેશે નહીં પરંતુ તેને ઉત્તરપ્રદેશના મુસ્લિમ બહુમતિવાળા વિસ્તારોમાં ભેટમાં આપવામાં આવશે.

પ્રદેશ ભાજપના લધુમતિ મોરચાના કાર્યકર્તા પોત પોતાના ક્ષેત્રમાં મુખ્ય મગરેસા,ઇસ્લામી વિદ્વાનો ઉર્દૂ શિક્ષકો અને ઉલમા સુધી આ પુસ્તકને ભેટ તરીકે પહોંચાડવામાં આવશે.તેમણે કહ્યું કે આ પુસ્તકને પ્રકાશિત કરી મફતમાં વિતરિત કરાવવાનો હેતુ વડાપ્રધાનની વિચારધારાને મુસ્લિમ સમાજની વચ્ચે વ્યાપાક રીતે ફેલાવવાનો છે અનેકવાર એવું થાય છે કે મુસ્લિમ સમાજના લોકો વડાપ્રઘાનની મન કી બાત સાંભળી શકતા નથી જયારે તેમાં હમેશા સમાજની ભલાઇ માટે કોઇ ઉડો સંદેશ પુછાયેલો હોય છે.અલીએ કહ્યું કે મને લાગે છે કે જે લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મન કી બાત કાર્યક્રમ સાંભળી શકતા નથી તેમના સુધી વડાપ્રધાનની વાતને પહોંચાડવા આ પુસ્તક એક સારૂ માધ્યમ બનશે.

એ યાદ રહે કે મુસલમાનોને જોડવા માટે ભાજપ દ્વારા સંમેલનોને કરવામાં આવશે ત્યારબાદ આગામી એપ્રિલ મહીનાથી પશ્ર્ચિમી ઉત્તરપ્રદેશના મુસ્લિમ બહુમતિવાળા ક્ષેત્રોમાં સ્નેહ મિલન એક દેશ એક ડીએનએ સંમેલનોની તૈયારી કરી રહી છે.