સૂર્યકુમાર યાદવ જ નહીં સચિન સહિત છ ભારતીય પણ સતત ત્રણ વનડેમાં શૂન્ય પર આઉટ થયા છે

મુંબઇ,ઓસ્ટ્રેલિયાની વિરૂધ ત્રીજી અને અંતિમ એકદિવસીય મેચમાં સૂર્યકુમાર યાદવ ફરી પોતાનું ખાતુ ખોલાવી શકયો નહીં સૂર્યકુમાર યાદવ સતત ત્રીજી વનડેમાં ગોલ્ડન ડક ( પહેલા જ બોલ પર આઉટ ) થયો હતો સતત ત્રણ મુકાબલામાં નિષ્ફળ રહ્યા બાદ વનડે ફોર્મેન્ટમાં સૂર્યકુમાર યાદવને પસંદ કરવાને લઇ સવાલ ઉભા થવા લાગ્યા છે.

જો કે સૂર્યકુમાર યાદવ પહેલો ભારતીય ક્રિકેટર નથી જે એક દિવસીય મુકાબલામાં સતત ત્રણ વાર ખાતુ ખોલાવ્યા વિના પેવેલિયન ભેગો થયો હોય આ યાદીમાં સચિન તેંડુલકરનું નામ પણ સામેલ છે.સચિનનેે પોતાની પહેલી એક દિવસીય મેચમાં સદી લગાવવા માટે ૭૫ મેચ અને લગભગ ૫ વર્ષ સુધી રાહ જોવી પડી હતી.સચિને ૯ સપ્ટેમ્બર ૧૯૯૪ના રોજ ઓસ્ટ્રેલિયાની વિરૂધ કોલંબોમાં લગાવી હતી ખાસ વાત એ છે કે આગામી ત્રણેય ઇનિગ્સમાં તે ખાતુ ખોલાવ્યા વિના આઉટ થયો હતો.આ ઉપરાંત અનિલ કુંબલે ૧૯૯૬માં સતત ત્રણ મુકાબલામાં શૂન્ય પર આઉટ થયો હતો

જયારે ઝહીર ખાન નવેમ્બર ૨૦૦૩થી માર્ચ ૨૦૦૪ની વચ્ચે સતત ત્રણ એકદિવસીય મુકાબલામાં શૂન્ય પર આઉટ થયો હતો. ખાન ૧૮ નવેમ્બર ૨૦૦૩ના રોજ ઓસ્ટ્રેલિયાની વિરૂધ અને ત્યારબાદ ૨૦૦૪માં પાકિસ્તાનમાં સતત બે એકદિવસીયમાં શૂન્ય પર આઉટ થયો હતો.ઇશાંત શર્મા ઓગષ્ટ ૨૦૧૦થી જુન ૨૦૧૧ની વચ્ચે સતત ત્રણ વનડેમાં શૂન્ય રને આઉટ થયો હતો.

આવી જ રીતે ઇશાંત શર્મા ઓગષ્ટ ૨૦૧૦થી જુન ૨૦૧૧ની વચ્ચે સતત ત્રણ વનડેમાં શૂન્ય પર આઉટ થયો હતો ઇશાંત શર્મા ૨૮ ઓગષ્ટ ૨૦૧૦ના રોજ શ્રીલંકાની વિરૂધ શૂન્ય પર આઉટ થયો હતો ત્યારબાદ ૧૩ જુન અને ૧૬ જુન ૨૦૧૧ના રોજ વેસ્ટ ઇન્ડિઝની વિરૂધ વનડેમાં શૂન્ય પર આઉટ થયો હતો.

આવી જ રીતે જસપ્રીત બુમરાહ ૨૦૧૭થી માર્ચ ૨૦૧૯ની વચ્ચે સતત ત્રણ વનડેમાં શૂન્ય પર આઉટ થયો હતો આ દરમિયાન તે જે ટીમોની વિરૂધ રમી હતી તે શ્રીલંકા,વેસ્ટઇન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા હતી.