બાંગ્લાદેશ ચીનથી લોન લેવાને લઇને સતર્ક છે :બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના

ઢાકા,બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ જણાવ્યું છે કે તેમની સરકાર ચીનની સાથે વિકાસ ભાગીદારીને લઇ ખુબ વધુ સતર્ક છે અને ઢાકા વિદેશી સહાયતા માટે કોઇ દેશ વિશેષ પર નિર્ભર નથી એ યાદ રહે કે દુનિયાભરમાં નાના દેશો પર ચીનના વધતી લોનને લઇ ચિંતાની સ્થિતિ છે.શ્રીલંકા દ્વારા હમ્બનટોટા બંદરગાહ ૯૯ વર્ષના પટ્ટા પર ચીનને આપી દીધા બાદ ચીનની મહત્વકાંક્ષી બેલ્ટ એન્ડ રોડ પહેલ અને નાના દેશોમાં અરબો ડોલરની ખર્ચવાળી મહત્વપૂર્ણ બુનિયાદી માળખા પરિયોજનાઓમાં ચીન દ્વારા સહાયતા માટે જવાની કુપ્રભાવને લઇ ચિંતા વધી છે.

હસીનાએ કહ્યું કે અમે લોન લેવાના મામલામાં ખુબ સતર્ક છે.મોટાભાગે અમે વિશ્ર્વ બેન્ક કે એશિયાઇ વિકાસ બ્ોંક જેવી સંસ્થાઓથી લોન લઇએ છીએ ચીનથી અમે ખુબ ઓછી લોન લીધી છે આ શ્રીલંકા કે અન્ય દેશો જેવી નથી સત્તારૂઢ અવામી લીગની અધ્યક્ષ હસીનાએ કહ્યું કે અમે કોઇ પર નિર્ભર નથી એ પુછવા પર કે અમેરિકાને એવું કેમ લાગે છે કે બાંગ્લાદેશ ચીનની નજીક જઇ રહ્યું છે અને તેઓ આ બાબતમાં શું કહેવામાં ઇચ્છે છે તો વડાપ્રધાન હસીનાએ જવાબ આપ્યો કે બાંગ્લાદેશ તે તમામ દેશોની ખુબ નજીક છે જે તેમના વિકાસના પ્રયાસોને સમર્થન કરે છે.

હસીનાએ કહ્યું કે અમે બધાની નજીક છીએ ચીન,અમેરિકા,ભારત જે અમારા વિકાસનું સમર્થન કરી રહ્યાં છીએ અમે તેમની સાથે છીએ.હસીનાએ ચીનને બાંગ્લાદેશના મહત્વપૂર્ણ વિકાસ માટે ભાગીદાર બતાવ્યું કારણ કે તે લોકો રોકાણ કરી રહ્યાં છે અને દેશમાં મહત્વપૂર્ણ નિર્માણ કાર્યોમાં લાગેલ છે તેમણે કહ્યું કે બસ આટલુું જ હસીનાએ કહ્યું કે તેમની સરકાર કોઇથી બિનજરૂરી લોન લઇ રહ્યું નથી તેમણે કહ્યું કે અમે તેના પર વિચાર કરીએ છીએ કે કંઇ પરિયોજનાથી અમને લાભ થઇ શકે છે અને અમને લાભ થશે.