
- પોલીસે આ ગેંગને ઝડપી પાડી ૫૧ મોબાઈલ કબજે કર્યા છે તેમજ પોલીસ તપાસમાં ૫૦ થી વધુ ગુનાના ભેદ ઉકેલાઈ ગયા હોવાની માહિતી મળી હતી.
સુરત,સુરત પોલીસને એક પછી એક સફળતા મળી રહે છે ત્યારે વધુ એક સફળતા સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસને મળી છે વહેલી સવારે ચોરી કરનાર આંતર રાજ્ય કંજર ગેંગની મહિલા સહિત સાગરીતોને પકડી પાડીને સુરત શહેર સહિત અન્ય રાજ્યના ૫૦થી વધુ ગુના ઉકેલવામાં સુરત પોલીસને સફળતા લાગી હાલ તો પોલીસે તમામ આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં સુરત શહેરમાં લોકોના ઘરોમાંથી મોબાઈલ ચોરી થવાની ઘટનાઓ સામે આવી હતી જેને લઈને પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો હતો. દરમ્યાન સુરત ક્રાઈમ બ્રાંચનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન બાતમીના આધારે આંતરરાજ્ય કંજર ગેંગના ૬ સભ્યોને ઝડપી પાડ્યા હતા. પોલીસે ૪ મહિલા અને બે પુરુષની ધરપકડ કરી છે તેમજ તેઓની પાસેથી પોલીસે ૩.૩૫ લાખની કિમતના જુદા જુદા ૫૧ મોબાઈલ ફોન કબજે કર્યા છે. આ ગેંગ દ્વારા કરવામાં આવતી ચોરીના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
પોલીસે આ ગેંગને ઝડપી કડક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે છેલ્લા એકાદ વર્ષથી તેઓની ગેંગના સભ્યો દ્વારા ગુજરાત રાજ્યના વડોદરા, અમદાવાદ, સાણંદ, હાલોલ, સુરત તથા મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈ, થાણે, પુણે વિગેરે શહેરોમાં વહેલી સવારે ખુલ્લા મકાનમાં ઘૂસીને અથવા બારીમાંથી મોબાઈલ ફોન તેમજ રોકડ રકમ તથા અન્ય ચીજવસ્તુઓઈ ચોરી કરતી હતી અને એક રાજ્યમાંથી કરેલી ચોરીઓનો સમાન તે અન્ય રાજ્યોમાં જઈને આ ગેંગના સભ્યો દ્વારા વેચાણ કરાતો હતો.
જે આરોપીઓની ધરપકડ કરી છે તેમાં ૧ અજય ઉર્ફે અહેમદ પપ્પુ રાજનટ (ઉ.૩૧) ૨ૃ રવિ દેવા રાજનટ (ઉ.૩૦ ) ૩ૃ મનીયા (૫૬ ) ૪ૃ રાયન કનુ ભંવરલાલ રાજનટ (ઉ.૩૫ ) ૫ૃ સલમા રાજનટ (ઉ.૩૦ ) ૬ૃ હીના પ્રવીણ રૂમાલ રાજનટ (ઉ.૩૪)નો સમાવેશ થાય છે.
પોલીસે આ ગેંગને ઝડપી પાડી ૫૧ મોબાઈલ કબજે કર્યા છે તેમજ પોલીસ તપાસમાં ૫૦ થી વધુ ગુનાના ભેદ ઉકેલાઈ ગયા હોવાની માહિતી મળી હતી. આ સમગ્ર મામલે સુરત ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે તેમજ ઝડપાયેલો આરોપી અજય ઉર્ફે અહેમદ પપ્પુ રાજનટ ગુનાહીત ઈતિહાસ ધરાવે છે તે ભૂતકાળમાં ક્તારગામ અડાજણ, વડોદરામાં પણ મોબાઈલ ચોરીના ગુનામાં પકડાયો છે અને પાસા અટકાયતી તરીકે વડોદરા સેન્ટ્રલ જેલમાં પણ કેદ હતો.