- લાભાર્થીઓ સુધી યોગ્ય રીતે તેમને મળવાપાત્ર લાભ પહોંચે એ આશયથી સચિવએ કરી મુલાકાત.
દાહોદ,
દાહોદ જિલ્લાના પ્રભારી સચિવ રાજકુમાર બેનીવાલે આજે જિલ્લામાં આવેલી સસ્તા રાશનની દુકાનોની મુલાકાત લીધી હતી. જાહેર વિતરણ વ્યવસ્થા મજબુત બને અને લાભાર્થીઓ સુધી યોગ્ય રીતે તેમને મળવાપાત્ર લાભ પહોંચે એ આશયથી કરાયેલી મુલાકાતમાં સચિવ બેનીવાલે લાભાર્થીઓને અહીંના રજીસ્ટરો સહિતની બાબતની ચકાસણી કરી હતી.
આ વેળા ઇન્ચાર્જ જિલ્લા પુરવઠા અધિકારી ફાલ્ગુન પંચાલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે દેશના તમામ રાજ્યો અને કેન્દ્ર સરકારના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા દેશભરમાં 5000 જેટલી વાજબી ભાવની દુકાનની મુલાકાત લેવાની પહેલ કરાઇ છે.