- ગોધરામાં-૧૪, હાલોલ-૦૬, કાલોલ-૦૨,ધોધંબા-૦૪.
- ૦૪ દર્દી સાજા થતાં રજા અપાઈ.
- જીલ્લામાં અત્યાર સુધી પોઝીટીવ આંક – ૩૧૩૪.
- મૃત્યુ આંક – ૧૨૧.
- એકટીવ કેસ ૨૨૫.
ગોધરા,
પંચમહાલ જીલ્લામાં કોરોના કહેર યથાવત રહેવા પામ્યો છે. જીલ્લામાં આજરોજ વધુ ૨૬ પોઝીટીવ કેસ નોંધાવા પામ્યા છે. નવા ૨૬ પોઝીટીવ કેસ સાથે અત્યાર સુધીનો કુલ આંક ૩૧૩૪ થવા પામ્યો છે.
પંચમહાલ જીલ્લામાં કોરોના એ ભરડો લીધો હોય તેવી સ્થિતી નિર્માણ થઈ છે. જીલ્લામાં વધતો જતાં કોરોના પોઝીટીવ આંક ચિંતાનો વિષય બન્યો છે. પંચમહાલ જીલ્લામાં વધુ ૨૬ પોઝીટીવ કેસ નોંધાવા પામ્યો છે. તેમાં ગોધરામાં-૧૪, હાલોલ-૦૬, કાલોલ-૦૨,ધોધંબા-૦૪ કેસ નોંધાવા પામ્યો છે. જીલ્લામાં કોરોના પોઝીટીવ કેસ નોંધાઈ રહ્યા છે. તેવા વિસ્તારોમાં આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લેવાની તેમજ સર્વેની કામગીરીમાં ગતિ લાવવામાં આવી છે. પંચમહાલ જીલ્લામાં વધતા કોરોના પોઝીટીવ કેસને લઈ જીલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર સર્તક બન્યું છે. પોઝીટીવ કેસ નોંધાયા તેવા વિસ્તારોમાં હોમ કોરોન્ટાઈન તેમજ માઈક્રો ક્ધટેનમેન્ટ કરવામાં આવ્યા છે.
ગોધરામાં કોરોના સંક્રમણના કેસમાં વધારો : નગર પાલિકા ચીફ ઓફિસર અને સેનેટાઈઝર ઈન્સ્પેકટર કોરોના સંક્રમિત થયા…..
પંચમહાલ જીલ્લા સહિત ગોધરા શહેરમાં કોરોના સંક્રમિત કેસમાં વધારો થઈ રહ્યો છે. બે દિવસ પહેલા બી ડીવીઝન પોલીસ મથકના ૧૦ જેટલા પોલીસ કર્મીઓ કોરોના પોઝીટીવ નોંધાયા છે. ગોધરામાં કોરોના વોરીયર્સ તરીકે રાત-દિવસ ફરજ બજાવતા કર્મચારીઓ કોરોના સંક્રમણના ભોગ બની રહ્યા છે. જેને લઈ વહીવટીતંત્ર અને આરોગ્ય તંત્ર ચિંતીત છે. ગોધરા નગર પાલિકાના ચીફ ઓફિસર તેમજ પાલિકાના સેનેટાઈઝર ઈન્સ્પેકટર પણ કોરોના સંક્રમણના ભોગ બન્યા છે. ગોધરા નગર પાલિકાના મુખ્ય અધિકારી તેમજ સેનેટરી ઈન્સ્પેકટરનો કોરોના પોઝીટીવ આવતાં પાલિકા કર્મચારીઓમાં કોરોના સંક્રમણનો ડર જોવા મળી રહ્યો છે.