કાલોલ વરવાળા પંચાયતના સરપંચ સામે અવિશ્ર્વાસની દરખાસ્ત મંજુર : સરપંચનો ચાર્જ ડે.સરપંચને સોંપાયો

કાલોલ,

કાલોલ તાલુકાના વરવાળા ગ્રામ પંચાયતમાં સરપંચના વહીવટ સામે વિવિધ આક્ષેપો હેઠળ બહુમતી ધરાવતા છ સભ્યોએ એકમત થઈને અવિશ્ર્વાસની દરખાસ્ત પસાર થઈ જતાં સરપંચને બરતરફ કરી ડે.સરપંચને ચાર્જ સંભાળ્યો હતો.

કાલોલ તાલુકાના વરવાળા ગ્રામ પંચાયતમાં ગત ડિસેમ્બર 2021માં ચુંટાયેલા સરપંચ બળવંતભાઈ પર્વતભાઈ બારીયાના વહીવટ સામે પંચાયતના આઠ સભ્યો પૈકી બહુમતી ધરાવતા છ સભ્યોએ સરપંચની વિકાસના કામોમાં ગેરવહીવટ સહિતના વિવિધ આક્ષેપો હેઠળ 15/02/2023ના રોજ અવિશ્ર્વાસની દરખાસ્ત રજુ કરી હતી. જે અવિશ્ર્વાસની દરખાસ્ત અંગે તા.15/03ના રોજ તાલુકા વિસ્તરણ અધિકારીની અઘ્યક્ષતામાં મળેલી સામાન્ય સભામાં કોરમ મુજબ સરપંચ સહિતના નવ સભ્યો પૈકી છ સભ્યોએ અવિશ્ર્વાસની દરખાસ્તની તરફેણ કરી હતી. આમ સરપંચ વિરુદ્ધ બહુમતી ધરાવતા છ સભ્યોએ એકમત થઈને આંગળી ઉંચી કરતા સરપંચ વિરુદ્ધ અવિશ્ર્વાસની દરખાસ્ત પસાર કરીને સરપંચને ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. જેથી તાલુકા પંચાયત કચેરી દ્વારા 17/03થી સરપંચને બરતરફ કરીને 18/03ના રોજથી પંચાયતનો ચાર્જ ડે.સરપંચ વિશાલકુમાર મહેન્દ્રભાઈ સોલંકીને વહીવટી ચાર્જની સોંપણી કરવામાં આવી હતી.