અભલોડ ગામે ચાંદલાવિધિ પતાવી પરત આવતા બાઈકનુ સર્જાયેલ અકસ્માતમાં એકનુ મોત

દાહોદ,

દાહોદ શહેરના સ્ટેશન રોડ ઉપર બાઈક ડિવાઈડરના થાંભલા સાથે ભટકાતા તેની ઉપર સવાર એક યુવકનુ મોત નીપજયું હતુ. જયારે અન્ય બે ધાયલ થયા હતા. અભલોડથી ચાંદલા વિધિમાંથી પરત આવતી વખતે આ ધટના સર્જાઈ હતી. આ બનાવ અંગે એ-ડીવીઝન પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

દાહોદ તાલુકાના છાપરી ગામના રાકેશભાઈ ફતિયાભાઈ પરમાર અને તેમના ગામના બે મિત્રો શૈલેષભાઈ ગલુભાઈ માવી અને કિશનભાઈ પ્રતાપભાઈ પરમાર જીજે-20-બી.સી.-2587 નંબરની યામાહા કંપનીની બાઈક ઉપર પાડોશી ભલ્લુભાઈ માવીની દિકરીના લગ્નમાં ચાંદલાવિધિમાં અભલોડ મુકામે ગયા હતા. જયારે રાત્રિના સમયે અભલોડ ગામેથી ચાંદલાવિધિનો પ્રસંગ પતાવી દાહોદથી થઈને છાપરી પોતાના ધરે જવા નીકળ્યા હતા. ત્યારે દાહોદ શહેરની આર.એલ.પંડ્યા હાઈસ્કુલની સામે સ્ટેશન રોડ પર જતા બાઈક ડિવાઈડરના લાઈટના થાંભલા સાથે અથડાઈ હતી. આ અકસ્માત ગંભીર રૂપે ધાયલ થયેલા રાકેશભાઈનુ મોત નીપજયું હતુ. જયારે શૈલેષ અને કિશનભાઈ ધાયલ થયા હતા. બાઈક સ્પીડમાં હોવાથી તે છેક ચાર થાંભલા સુધી ધસડાઈ હતી. આ બનાવ અંગે છાપરી ગામના બાબુભાઈ ફતિયાભાઈ પરમારની ફરિયાદના આધારે એ-ડીવીઝન પોલીસે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.