ભારતમાં વીજ ઉત્પાદન કરતા ટોચની યાદીમાં પાંચ રાજ્યોનો સમાવેશ થયો

  • ‘એનર્જી સ્ટેટિસ્ટિક્સ ઇન્ડિયા’ રિપોર્ટમાં વીજ ઉત્પાદન ક્ષમતામાં ગુજરાતે પ્રથમ સ્થાન મેળવ્યું.

નવીદિલ્હી,ગુજરાત રાજ્ય વિકાસશીલ રાજ્યના નામે ઓળખાય છે. ગુજરાતમાં ઔદ્યોગિક સતત વિકાસ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં ગુજરાત વીજ ઉત્પાદનક્ષેત્રે દેશમાં પહેલા નંબરે આવ્યુ છે. કેન્દ્ર સરકારના મંત્રાલયે આ વાતની સાબિતી આપી છે. મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન (એમઓએસપીઆઇ) દ્વારા વર્ષ ૨૦૨૩ માટે ‘એનર્જી સ્ટેટિસ્ટિક્સ ઇન્ડિયા’ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. ‘એનર્જી સ્ટેટિસ્ટિક્સ ઇન્ડિયા’ રિપોર્ટમાં વીજ ઉત્પાદન ક્ષમતામાં ગુજરાતે પ્રથમ સ્થાન મેળવ્યું છે.

૨૦૨૩માં ગુજરાતે ૩૭.૩૫ ગીગાવોટ (જીડબ્લ્યુ) વીજ ઉત્પાદનની ક્ષમતા સ્થાપિત થયો છે. જે મહારાષ્ટ્રના ૩૬.૧૨ ગીગાવોટ કરતાં વધારે હતી. ૨૦૨૨માં મહારાષ્ટ્ર ૩૬.૮૪ ગીગાવોટની ક્ષમતા સાથે પ્રથમ હતું. જ્યારે ૨૦૨૨માં ગુજરાત ૩૩.૯૧ ગીગાવોટ સાથે બીજા સ્થાને આવ્યું હતું. એક વર્ષમાં ગુજરાતની વીજ ઉત્પાદન ક્ષમતામાં ૧૦ ટકાનો વધારો થયો છે.

૨૦૨૨ના રિપોર્ટ અનુસાર મહારાષ્ટ્રમાં ૩૬.૧૨ જીડબ્લ્ય વીજ ઉત્પાદન ક્ષમતા સાથે પ્રથમ સ્થાન મેળવ્યુ હતું. જ્યારે ગુજરાત ૩૩.૯૧ ગીગાવોટની ક્ષમતા સાથે બીજુ સ્થાન મેળવ્યુ હતું. ૨૦૨૩ના અહેલા મુજબ આ વર્ષે ગુજરાત ૩૭.૩૫ ગીગાવોટ વીજ ઉત્પાદન સાથે પ્રથમ સ્થાન મેળવ્યુ છે. જ્યારે મહારાષ્ટ્ર બીજુ સ્થાને મેળવ્યું છે. એક વર્ષમાં ગુજરાતે વીજ ઉત્પાદન ક્ષમતામાં ૧૦%નો વધારો કર્યો છે. ભારતમાં વીજ ઉત્પાદન કરતા ટોચની યાદીમાં ૫ રાજ્યોનો સમાવેશ થયો છે. ૨૮.૭૬ જીડબ્લ્યુની સ્થાપિત ક્ષમતા સાથે રાજસ્થાન, ૨૭.૧૩ય્ઉ સાથે તમિલનાડુ અને ૨૨.૯૪ય્ઉ સાથે આંધ્રપ્રદેશનો સમાવેશ થયો છે.

જ્યારે ગુજરાત પવન ઉર્જા સંભવિતતામાં તમિલનાડુ પછી બીજા ક્રમે આવે છે. તે રાજસ્થાન અને કર્ણાટક પછી સૌર ઉર્જા સંભવિતતામાં ત્રીજું સ્થાન મેળવ્યું છે. રિપોર્ટ અનુસાર ગુજરાતમાં ૪.૩૫ લાખ બાયોગેસ પ્લાન્ટ, ૪૫,૮૬૦ સોલાર ફોટોવોલ્ટેઇક સિસ્ટમ્સ, એસપીવી સાથે ૧૧,૯૮૧ પંપ અને ૨૨.૫૮ મેગાવોટની વેસ્ટ-ટુ-એનર્જી ક્ષમતા ધરાવે છે.

ભારતમાં લગભગ દરેક ઘરમાં વીજળીનું જોડાણ છે. અને દર મહિને વીજળીનું બિલ દરેકના ઘરે આવે છે. પરંતુ, ઘણા લોકોને ખબર નથી કે તેમના ૧ યુનિટ વીજળીની કિંમત કેટલી છે. કારણ કે, રાજ્ય સરકાર દ્વારા સમય પ્રમાણે ૧ યુનિટ વીજળીના ભાવમાં ફેરફાર થતો રહે છે. ઘરેલું કનેક્શન અને કૉમર્શિયલ કનેક્શન માટે ૧ યુનિટ વીજળીની કિંમત અલગ-અલગ રીતે નક્કી કરવામાં આવે છે. મહારાષ્ટ્રમાં ધરેલુ વીજળીનો યુનિટ દીઠ ભાવ ૩.૪૪ રુપિયા છે. જ્યારે ગુજરાતમાં ધરેલુ યુનિટ દીઠ ભાવ ૨.૬૫ રુપિયા ભાવ છે.જ્યારે વ્યવસાહિક ક્ષેત્રે યુનિટ દીઠ ભાવ ૩.૦૫ રુપિયા છે.