કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જૂન ખડગેની ટીમ વિધાનસભાની ચુંટણીની તૈયારીમાં લાગી,પ્રિયંકા ગાંધીને મોટી જવાબદારી મળી શકે છે

નવીદિલ્હી,હિમાચલ પ્રદેશમાં ૨૦૨૨ની વિધાનસભા ચુંટણીમાં પાર્ટીને જીત અપાવ્યા બાદ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેની નવી ટીમમાં ચુંટણી પ્રબંધકની ભૂમિકા નિભાવી શકે છે.રાજનીતિક રણનીતિકાર પ્રશાંત કિશોરની સાથે વાતચીત દરમિયાન ચુંટણી પ્રબંધક ટીમની રચના કરવાનો વિચાર આવ્યો અને કહેવામાં આવ્યું કે પીકેને પ્રતિષ્ઠિત પદ મળી શકે છે પરંતુ વાત બની નહીં.પ્રિયંકા ગાંધીના નજીકના સુત્રોએ આ રીતના પગલાથી ઇન્કાર કરતા કહ્યું કે આ પુરી રીતે પાર્ટી અધ્યક્ષ નો નિર્ણય છે.

પ્રિયંકા ગાંધી યુપીની પ્રભારી મહામંત્રી છે જયાં પાર્ટીની પાસે ફકત એક સાંસદ અને બે ધારાસભ્ય છે અને મોટો પડકાર ૨૦૨૪ની સામાન્ય ચુંટણીમાં છે.કોંગ્રેસ કારોબારીને તમામ રાજયોથી પ્રતિનિધિત્વ આપવામાં આવશે અને કોઇ પણ રાજયને મોટો હિસ્સો મળશે નહીં. નિવર્તમાન વિસ્તારિત સીડબલ્યુસીમાં દિલ્હી કેરલ રાજસ્થાન અને કર્ણાટકની પાર્ટીમાં મુખ્ય ભાગીદારી હતી કોંગ્રેસ આ વર્ષ મુખ્ય ચુંટણીઓનો સામનો કરવા જઇ રહી છે જેમાં કર્ણાટક (મે) અને આ વર્ષના અંતમાં મધ્યપ્રદેશ ,રાજસ્થાન અને છત્તીસગઢના રાજય ચુંટણી સામેલ છે.

રાયપુરમાં કોંગ્રેસની સંચાલન સમિતિએ સીડબ્લ્યુસીની ચુંટણી નહીં કરાવવાનો નિર્ણય કર્યો હતો અને પાર્ટી અધ્યક્ષ ને તેની રચના માટે અધિકૃત કરવામાં આવ્યા હતાં પાર્ટીના પ્રભારી મહામંત્રી સંચાર જયરામ રમેશે કહ્યું હતું કે કોંગ્રેસ અધ્યક્ષ ને નવી સીડબ્લ્યુસીની રચના માટે અધિકૃત કરવા માટે સર્વસમ્મતિથી નિર્ણય લેવામાં આવ્યો હતો.

કોંગ્રેસે અનુસૂચિત જાતિ,અનુસુચિત જનજાતિ અન્ય પછાત વર્ગ લધુમતિ સમુદાય અને મહિલાઓને ૫૦ ટકા અનામત આપવાનો નિર્ણય કર્યો છે.કોંગ્રેસે રાજય સ્તર (પીસીસી) અને રાષ્ટ્રીય સ્તર(એઆઇસીસી)ના પ્રતિનિધિઓ સહિત પાર્ટીના તમામ પદો પર અનુસૂચિત જાતિ,અનુસૂચિત જનજાતિ,અન્ય પછાત વર્ગ મહિલાઓ અને લધુમતિ સમુદાય માટે ૫૦ ટકા અનામત સુનિશ્ર્ચિત કરવા માટે પાર્ટીના બંધારણમાં સુધારો કર્યો છે.