કોંગ્રેસના કેન્દ્ર સરકાર પર પ્રહાર અદાણી નહીં, મોદીજી મૌન તોડો, ભાજપ ઈચ્છે છે કે અમે જેપીસીની માંગ પાછી ખેંચીએ :જયરામ રમેશ

  • લોક્સભા અને રાજ્યસભામાં છેલ્લા ૭ દિવસથી જરુરી બિલ પાસ થઈ શક્યા નથી.

નવીદિલ્હી,

સંસદમાં રાહુલ ગાંધીની માફી અને અદાણી મુદ્દા પર ભારે હોબાળો ચાલી રહ્યો છે. આ કારણે લોક્સભા અને રાજ્યસભામાં છેલ્લા ૭ દિવસથી જરુરી બિલ પાસ થઈ શક્યા નથી. આ દરમિયાન કોંગ્રેસ નેતા જયરામ રમેશે બુધવારે અદાણી મામલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ- ચાર દિવસથી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કે વિપક્ષ જેપીસી તપાસ કરવાની માંગ પરત લઈ લે, તો ભાજપ રાહુલ ગાંધીની માફી માંગવાની માંગ પરત લઈ લેશે. જયરામ રમેશે કહ્યું હતું કે અમે આ સોદો નહી કરીએ. અમે ઈચ્છીએ છીએ કે અદાણી નહીં, મોદીજી મૌન તોડે. જયરામ રમેશે કહ્યું કે ભાજપના લોકો ડરે છે કે ક્યાંક તેમની પોલ ન ખુલી જાય.

જયરામ રમેશે વધુમાં કહ્યું કે આ કૌભાંડ માત્ર શેરબજાર પૂરતું સીમિત નથી, પરંતુ તે પીએમ મોદી અને સરકારની નીતિઓ, નિયત અને ઈરાદાઓ સાથે પણ જોડાયેલું છે. સુપ્રીમ કોર્ટમાં જે કમિટીની રચના કરવામાં આવી છે તેમાં જાણીતા નિષ્ણાતોની કમિટી છે. આ સમિતિ અદાણી કેન્દ્રિત કમિટી છે. તે અદાણીને સવાલ કરશે. અમે જે સવાલ કરી રહ્યા છીએ તે અદાણીને નહીં પરંતુ વડાપ્રધાનને કરી રહ્યા છીએ. કમિટી અને ત્નઁઝ્ર વચ્ચે આ જ મૂળભૂત તફાવત છે.

જયરામે વધુમાં કહ્યું હતું કે આ સવાલ સુપ્રીમ કોર્ટની કમિટી સરકારને નહીં કરે. તેઓ વિચારશે પણ નહીં, તેમની હિંમત પણ નહીં થાય. તેઓ તેમને ક્લીન ચિટ આપી દેશે. આ સવાલોને માત્ર જેપીસી જ કરી શકે છે જેપીસીમાં ભાજપના અધ્યક્ષ હશે. બહુમત પણ તેમને જ મળશે, પરંતુ તે છતાં વિપક્ષને એક તક મળશે. આ સવાલોને ઉઠાવવા માટે ફરીથી સરકાર તરફથી જવાબ અપાશે. આ બધાનું રેકોર્ડિંગ કરવામાં આવશે.

જયરામે વધુમાં જણાવ્યું હતું કે ૧૯૬૧માં એક હિટ ફિલ્મ બની હતી, જબ પ્યાર ક્સિી સે હોતા હૈ. દેવાનંદ અને આશા પારેખની આ ફિલ્મનું એક હિટ ગીત હતું. સૌ સાલ પહેલે મુજે તુમસે પ્યાર થા, આજ ભી હૈ ઔર કલ ભી રહેગા. આજે પણ મને તે ગીત યાદ આવે છે.જયરામે વધુમાં જણાવ્યું કે જેપીસીની માંગ આજે પણ છે અને કાલે પણ રહેશે. ૫ ફેબ્રુઆરીથી દરરોજ અને ત્રણ સવાલ વડાપ્રધાનને પુછી રહ્યા છીએ. આજે સો સવાલ પુરા થઈ ગયા છે. આ સવાલ અમે અદાણીને પુછી રહ્યા નથી, આ સવાલ અમે વડાપ્રધાનને પુછી રહ્યા છીએ, સરકારને પુછી રહ્યા છીએ.

જયરામે કહ્યું કે ૧૯૯૨માં હર્ષદ મહેતા કૌભાંડ સમયે વિપક્ષ દ્વારા જેપીસીની માંગ કરવામાં આવી હતી. પરંતુ સરકારે તેને સમર્થન આપ્યું ન હતું. બે ત્રણ મહિના પછી વડાપ્રધાન નરસિમ્હા રાવ, નાણામંત્રી ડૉ. મનમોહન સિંહે મંજૂરી આપી હતી અને હર્ષદ મહેતા કૌભાંડ પર ૧૯૯૨માં જેપીસીની રચના કરવામાં આવી હતી. ત્યારબાદ રિપોર્ટ આવતા તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. તે સમયે સેબીને અધિકાર આપવામાં આવ્યા હતા. કેપિટલ માર્કેટને મજબુત કરાયું હતું. ૨૦૦૧માં વધુ એક કૌભાંડ સામે આવ્યું, કેતન પારેખ કૌભાંડ. ત્યારે કોંગ્રેસ વિપક્ષમાં હતી. અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન હતા. આ મામલે પ્રણવ મુખર્જી અને મનમોહન સિંહે ત્નઁઝ્રની માંગ કરી હતી, પરંતુ અટલજી માન્યા નહોતા. બાદમાં તેમની સાથે વાતચીત કરવામાં આવી અને પછી તેઓ સંમત થયા હતા.

જયરામે વધુમાં જણાવ્યું હતું કે મેં ૧૫ ફેબ્રુઆરીએ પણ કહ્યું હતું કે આ કમિટી સરકારને અને વડાપ્રધાનને દોષમુક્ત કરવાની કવાયત સિવાય કશું જ નથી. માટે અમે વારંવાર જેપીસીની માંગ કરી રહ્યા છીએ. એક હકીક્ત છે, જે અમે પુછી રહ્યા છીએ તે એક મુળભુત સવાલ છે. જે માફીની માંગ ભાજપ કરી રહ્યું છે, તે ખોટા આરોપ અને પાયાવિહોણી વાત છે. આ બંને વાતો વચ્ચે જમીન અને આકાશ જેટલો ફરક છે. આ બધુ અમારું ધ્યાન અદાણી મુદ્દા પરથી હટાવવા માટે કરવામાં આવી રહ્યું છે.

રાહુલ ગાંધીનું સંસદમાં બોલવું તે લોકશાહીનો અધિકાર છે કોંગ્રેસ નેતાએ કહ્યું કે રાહુલ ગાંધીએ સ્પીકરને પત્ર લખ્યો છે. લોક્સભાના નિયમ ૩૫૭ હેઠળ તેમણે માંગ કરી છે કે તેમને બોલવાની એક તક આપવામાં આવે. આ તેમનો લોકશાહીનો અધિકાર છે. આ બાબતે સ્પીકર શું નિર્ણય લેશે તે તો સમય જ જણાવશે.