નકલી મેજર બની 17 યુવતીઓને લગ્નની લાલચે છેતરી: 6.61 કરોડ પડાવ્યા

તેલંગાણા પોલીસે એક એવા દગાબાજ દુલ્હાને પકડ્યો છે, જે આર્મીનો મેજર હોવાનો સ્વાંગ રચી યુવતીઓને લગ્ન માટે ફસાવતો હતો અને તેમની પાસે પૈસા એકત્ર કરતો હતો. 17 યુવતીને ફસાવીને મુદવથ શ્રીનુ નાઈક નામના આ દગાબાજે યુવતિઓ અને તેમના પરિવારજનો પાસેથી 6.61 કરોડ રુપિયાની છેતરપિંડી કરી છે. લગ્નની લાલચ આપ્નાર આ દગાબાજની દરેક બાબત બોગસ હતી. એ ફક્ત ધોરણ 9 સુધી જ ભણેલો હતો, પરંતુ ખુદને એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગમાં એમટેક ભણેલો હોવાનો દેખાવો કરતો હતો. એ ખુદ લગ્ન કરેલો અને એક પુત્રનો બાપ છે, પરંતુ ખુદને કુંવારો ગણાવીને પોતાના લગ્નની વાત નવી નવી યુવતી સમક્ષ ચલાવત હતો. છોકરીઓ અને તેમના પરિવારજનોને ફસાવવા માટે મુદવથે વેબસાઈટ પર બોગસ પ્રોફાઈલ અપલોડ કરી રાખી હતી. તે યુવતીઓને આંજી દેવા માટે કાયમ મર્સિડિઝમાં જ ફરતો હતો.

આંધ્રપ્રદેશના પ્રકાસમ જિલ્લાના કિલામ્પલ્લી ગામના રહેવાસી મુદપથે 2002માં ગૂટુંર જિલ્લામાં આરોગ્ય વિભાગમાં જોબ કરતી મહિલા સાથે લગ્ન કયર્િ હતા. બંને એક પુત્ર પણ છે. 2014માં હૈદ્રાબાદ આવ્યા બાદ તેણે જવાહર નગર વિસ્તાર સ્થિત સૈનિકપુરીમાં રહેવાનું શરુ કર્યુ હતું. તેણે પોતાની પત્ની પણ જૂઠ બોલ્યું કે તેને સૈન્યની ઓફિસમાં નોકરી મળી ગઈ છે. તેણે પોતાની પત્ની પાસેથી 67 લાખ એમ કહી ને લીધા કે તેને કંઈક જરુરી કામ કરવાનું છે. એમ તો પોલીસને આ રકમની લેવડ-દેવડ પર શંકા છે. ત્યારબાદ મુદવથે એમએસ ચૌહાન નામની આધાર કાર્ડ બનાવ્યું અને ખુદને સૈન્ય અધિકારી તરીકે ઓળખાવવાનુ શરુ કર્યું. તેણે સૈન્યના ડ્રેસમાં ફોટો પડાવ્યા અને ઇન્ટરનેટ પર પોતાને અવિવાહિત ગણાવવાનું શરુ કર્યું. તેણે કેટલીક મેટ્રિમોનિયલ વેબસાઈટ પર પણ પોતાની પ્રોફાઈલ અપલોડ કરી હતી. આ થકી તેણે લગ્ન માટે યુવતીઓને ફસાવવાનો આરંભ કર્યો હતો. હૈદ્રાબાદમાં તેણે એક રુમ લીધી, જેને એ સૈન્યની ગુપ્ત કાયર્લિય હોવાનું કહેતો હતો. એમાં સૈન્યનો ડ્રેસ પહેરીને બેસતો હતો અને વીડિયો કોલ થકી યુવતિઓ અને તેમના પરિવારજનો સાથે વાતચીત કરતો હતો.