ખેડા,
ખેડા જિલ્લાની એક કોર્ટે ૨૮ વર્ષના એક વ્યક્તિને પોતાની સાવકી પુત્રી પર વારંવાર બળાત્કાર કરવા અને ગર્ભવતી બનાવવાના મામલે ફાંસીની સજા ફટકારવામાં આવી છે. આ સાથે કોર્ટે આરોપીને પીડિતાને બે લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે માર્ચમાં ૨૮ વર્ષીય યુવક વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. ફરિયાદ પક્ષે ખેડાની કોર્ટને જણાવ્યું હતું કે, જ્યારે છોકરી ૧૧ વર્ષ અને આઠ મહિનાની હતી, ત્યારે દોષિતે તેના પર પાંચ મહિનાના સમયગાળામાં ઘણી વખત બળાત્કાર કર્યો હતો.પીડિતા ગર્ભવતી બની ત્યારે મામલો સામે આવ્યો હતો આ દરમિયાન પીડિતાને આ અંગે કોઈને ન કહેવાની પણ ધમકી આપવામાં આવી હતી, એમ ફરિયાદ પક્ષે જણાવ્યું હતું. જ્યારે તેણી ગર્ભવતી બની, ત્યારે સમગ્ર અત્યાચારની જાણ થઈ હતી.
સરકારી વકીલ ગોપાલ ઠાકોરે જણાવ્યું હતું કે, ફરિયાદી પક્ષે ગુનો સાબિત કરવાખેડા કોર્ટ સમક્ષ પુરાવા તરીકે ૧૨ સાક્ષીઓ અને ૪૪ દસ્તાવેજો રજૂ કર્યા હતા. ખેડાની કોર્ટે ફટકારી ફાંસીની સજા ખેડાની કોર્ટે ફટકારી ફાંસીની સજા ફરિયાદી પક્ષે જણાવ્યું હતું કે, દસ્તાવેજો અને ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ખેડા કોર્ટે દોષિતને ફાંસીની સજા સંભળાવીને સમાજમાંએક ઉદાહરણ સ્થાપિત કર્યું છે. આ સાથે કોર્ટે આરોપીને પીડિતાને વળતર તરીકે બે લાખ રૂપિયા ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે.