અમદાવાદના થલતેજ ચાર રસ્તા પર આવેલા સ્પા સેન્ટર પર રેડ પડી

અમદાવાદ,

શહેરના દરેક વિસ્તારમાં બિલાડીના ટોપની જેમ વિવિધ સ્પા સેન્ટરો ખુલી રહ્યા છે. સ્પાની આડમાં ગેરકાયદેસર કામ થતા હોવાની ઘટનાઓ પણ સતત વધી રહી છે. આવામાં એસજી હાઈવે પર થલતેજ ચાર રસ્તા પાસે આવેલા જાણીતા સ્પામાં રેડ પડી છે. વાપુર પોલીસ દ્વારા સ્પા સેન્ટર પર રેડ પાડવામાં આવી છે. આ સ્પા સેન્ટરમાં રેડ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ રેડ દરમિયાન જે વિગતો સામે આવી છે તેના આધારે ગુનો નોંધીને વધુ કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

થલતેજ ચાર રસ્તા પાસે આવેલા બુદ્ધા સ્પામાં વાપુર પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી તો ચોંકાવનારી વિગતો જાણવા મળી હતી. આ સ્પા સેન્ટર પર વિદેશી યુવતીઓને ગેરકાયદેસર રીતે નોકરી પર રાખવામાં આવી હોવાની ફરિયાદ થઈ છે. આ મામલે બે લોકો સામે ગુનો નોંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મસાજના નામે સ્પા સેન્ટરમાં આવતા ગ્રાહકોને આકષત કરવાના પ્રયાસો કરવામાં આવતા હોય છે. આવામાં પોલીસે બુદ્ધા સ્પા સેન્ટર પર ચાલતા કૃત્યની વધુ તપાસ હાથ ધરી છે. અહીં વિદેશી યુવતીઓને કઈ રીતે લાવવામાં આવતી હતી, આની પાછળ અન્ય કોનો હાથ છે તે સહિતની વિગતો તપાસ્યા બાદ પોલીસ દ્વારા વધુ લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી શકે છે. શહેરના અન્ય સ્પા સેન્ટરો પર આ પ્રકારનું કૃત્ય ચાલે છે કે કેમ તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી શકે છે.

આ પહેલા શહેરના નારોલ વિસ્તારમાં કુટણખાનું પણ ઝડપાયું હતું. શહેરની ઈસનપુર પોલીસને બાતમી મળ્યા બાદ રેડ પાડવામાં આવી તો માલુમ પડ્યું કે રેક્ઝિન કવનું બોર્ડ મારીને કુટણખાનું ચલાવવામાં આવી રહ્યું હતું. પોલીસે આ મામલે બોગસ ગ્રાહક મોકલીને તપાસ કરીને આ મામલે ભાંડો ફોડ્યો છે. આ દરોડામાં પોલીસે ગ્રાહક, મેનેજર, રૂપલલાનાઓ સહિતના લોકોને પકડીને કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા તેઓ ગ્રાહક દીઠ ૭૦૦ રૂપિયા લેતા હતા અને રૂપલલનાને ૨૦૦ રૂપિયા આપતા હોવાનું સામે આવ્યુ હતું. આ જગ્યા પર કોઇને શક ન જાય તે માટે બહાર દુકાનનું બોર્ડ મારી પાટીશન પાડીને રૂમો બનાવી કુટણખાનું ચલાવતા હતા.