તાલિબાનના સર્વોચ્ચ નેતાએ ભાઇ ભત્રીજાવાદની વિરૂધ ફરમાન જારી કર્યું

  • અધિકારીઓને સરકારી પદો પર પોતાના સંબંધીદારોની ભરતી કરવા પર રોક લગાવી દીધી.

કાબુલ,

તાલિબાને જયારથી સત્તા સંભાળી છે ત્યારથી ફરમાનોના કારણે ચર્ચામાં રહ્યું છે.આ કડીમાં આ વખતે જે ફરમાન તાલિબાન તરફથી જારી કરવામાં આવ્યું છે જે આશ્ર્ચર્યજનક કરનાર છે કારણ કે જે રીતની તસવીર દુનિયાભરમાં તાલિબાનની છે.તે હિસાબથી આ ફરમાન ચોંકાવે છે.તાલિબાનના સર્વોચ્ચ નેતાએ ભાઇ ભત્રીજાવાદની વિરૂધ એક ફરમાન જારી કર્યું છે.આ ફરમાન હેઠળ અફગાનિસ્તાનના તાલિબાન પ્રશાસનમાં અધિકારીઓને સરકારી પદો પર પોતાના સંબંધીઓની ભરતી કરવા પર રોક લગાવી દીધી છે.તાલિબાન નેતા મુલ્લા હિબતુલ્લાબ અખુંદજાદાએ તમામ તાલિબાની અધિકારીઓને તેમના પ્રશાસનમાં પહેલા જ કામ કરી રહેલ પોતાના પુત્રો તથા અન્ય સંબંધીઓને બરતરફ કરવાનો પણ આદેશ આપ્યો છે.તાલિબાનના આ આદેશની સોશલ મીડિયામાં ખુબ ચર્ચા થઇ રહી છે. આ ફરમાન તાલિબાન સરકારના ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવ્યું છે.

આ ફરમાનમાં કહેવામાં આવ્યું છે કે મંત્રાલયો વિભાગોમાં તમામ અધિકારીઓ અને સ્વતંત્ર પ્રાધિકારીઓને આદેશ આપ્યો છે કે કોઇને પણ સરકારી પદો પર પરિવારના સભ્યો કે સંબંધીઓની નિયુક્તિ કરવાની મંજુરી નથી આ ટ્વીટમાં નિર્ણયની પાછળનું કારણનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી પરંતુ અફવા છે કે અનેક તાલિબાન અધિકારીઓને ઉચ્ચ પદો પર અનુભવી ધંધાદારીને નિયુક્તિ કરવાની જગ્યાએ પોતાના પુત્રો તથા સંબંધીઓની ભરતી કરી દીધી છે.

આ નિર્ણય પર વિસ્તૃત જાણકારી ઉપલબ્ધ કરાવવા માટે તાલિબાન સરકારના પ્રવકતાની ટીપ્પણી મળી નથી તાલિબાને ૨૦ વર્ષ બાદ અમેરિકી અને નાટો ફોર્સની વાપસી બાદ ઓગષ્ટ ૨૦૨૧માં અફગાનિસ્તાનમાં સત્તા પર કબજો કર્યો હતો અખુંદજાદાના ફરમાનમાં તમામ તાલિબાન અધિકારીઓને ખાલી પદો પર પોતાના પુત્રો પરિવારના સભ્યો કે સંબંધીઓની જગ્યાએ અન્ય લોકોની ભરતી કરવાનો પણ આદેશ આપ્યો છે.તાલિબાનના વરિષ્ઠ નેતૃત્વમાં હાલના દિવસોમાં વિવાદ ચાલી રહ્યો છે.આવામાં આ આદેશ ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યાં છે.

એ યાદ રહે કે તાલિબાનના શાસનકાળમાં મહિલાઓ અને યુવતીઓની વિરૂધ જે ફરમાન જારી થયો છે તે તેમની શિક્ષણમાં અવરોધ બન્યો છે.શરીયત કાનુનની જ રીતે અનેક મોટી કાનુન તે પોતાના દેશમાં લગાવી ચુકયા છે.જો કે ભાઇ ભત્રીજાવાદ પર અંકુશ લગાવવાનું આ ફરમાન જરૂર સકારાત્મક છે.જે સાંભળી આપણા દેશના લોકોને પણ સારૂ લાગશે આમ પણ ભારતે ખાવાની કમીના સમયે અફગાનિસ્તાનને ધઉ મોકલી તેની મદદ કરી જયારે તાલિબાને પણ ભારતથી એ કહ્યું છે કે તે પોતાની ધરતી પર ભારતની વિરૂધ કોઇ આતંકી ગતિવિધિઓને આશ્રય આપશે નહીં.