મહીસાગર જિલ્લામાં આજે ૨૭ પોઝિટિવ કેસ નોંધાયા

અત્યારસુધી જિલ્લામાં કોરોનાના કુલ ૧૪૯૪ પોઝીટીવ કેસ નોંધાયા

લુણાવાડા,કોરોના વાયરસની સામે લડવા કેન્દ્ર અને રાજય સરકારે અગમચેતીનાં સંખ્યાબંધ પગલાંઓ લીધા છે. કોરોના સામે લડવા લોકોની જાગૃતિ એટલી જ જરૂરી છે. જાગૃતિ અને સાવધાની એ જ બચાવનું શ્રેષ્ઠ માધ્યમ સાબિત થયા છે. ત્યારે મહીસાગર જિલ્લા કલેકટર આર. બી. બારડ અને જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અનેકવિધ પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે.

મહીસાગર જિલ્લામાં આજે બાલાસિનોર તાલુકાની ૦૫ સ્ત્રી, ૦૩ પુરૂષ, ખાનપુર તાલુકાની ૦૩ સ્ત્રી, ૦૨ પુરૂષ, લુણાવાડા તાલુકાની ૦૫ સ્ત્રી, ૦૧ પુરૂષ, સંતરામપુર તાલુકાની ૦૧ સ્ત્રી, વિરપુર તાલુકાની ૦૨ સ્ત્રી, ૦૫ પુરૂષોનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.

આમ, જિલ્લામાં કોરોનાના અત્યાર સુધીમાં એટલે કે તારીખ ૨૦-૧૧-૨૦૨૦ના સાંજના ૬-૦૦ વાગ્યા સુધીમાં ૧૪૯૪ કેસ પોઝીટીવ નોધાયા છે.
આજે જિલ્લા માં સારવાર લઇ રહેલ દર્દીઓ પૈકી બાલાસિનોર તાલુકાના ૦૭ પુરૂષ, કડાણા તાલુકાની ૦૧ સ્ત્રી, લુણાવાડા તાલુકાના ૦૧ પુરૂષે કોરોનાને મહાત આપતાં રજા આપવામાં આવતાં સ્વગૃહે પરત ફર્યા છે.
આમ, જિલ્લાામાં અત્યાર સુધીમાં કુલ ૧૩૧૯ દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે.

જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે ૮ વ્યક્તિનું મૃત્યુ થયા છે. જયારે અન્ય કારણથી ૩૫ દર્દીનુ મૃત્યુ થતાં જિલ્લામાં કુલ ૪૩ મૃત્યુ નોંધાવા પામ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં સીઝનફલુ/ કોરોનાના કુલ ૮૧૯૪૮ રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. તેમજ જિલ્લાના ૪૨૯ વ્યક્તિઓને હોમ ક્વોરોન્ટાઇલ હેઠળ રાખવામાં આવ્યા હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ જણાવ્યું છે.

મહીસાગર જિલ્લામાં કોરોના પોઝીટીવના કારણે ૧૯ દર્દી ડીસ્ટ્રીરકટ હોસ્પિ૨ટલ, લુણાવાડા, ૧૦૩ દર્દી હોમ આઇસોલેશન, ૦૩ દર્દી લુણાવાડા શિતલ નર્સિગ કોલેજ ૦૧ દર્દી એસ.ડી.એચ. સંતરામપુર અને ૦૬ દર્દી અન્ય જિલ્લા ખાતે સારવાર હેઠળ છે
કોરોના પોઝીટીવ આવેલ દર્દીઓ પૈકી ૧૨૬ દર્દીઓ સ્ટેબલ, ૦૬ દર્દીઓ ઓક્સિજન પર છે.