ગોધરા ડીવીઝનની ૧૨૮ બસના રૂટો અમદાવાદ રાત્રી કરફ્યુને લઇ બંધ

  • દિવાળીના સમયે વતનમાં તથા રોજગારી સ્થળે જવાનું મુશ્કેલી.
  • અમદાવાદમાં એકાએક કરફયુ લાગુ કરાતાં એસ.ટી. પૈડા ઠપ.
  • કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ગોધરા એસ.ટી. ડિવીઝને મહત્વનો
    નિર્ણય લીધો.
  • અસંખ્ય મુસાફરો પોતાના વતન તથા કામ ધંધાએ સ્થળ પર જવા માટે અટવાયા.

ગોધરા,
પંચમહાલ થી લઈને દાહોદ સુધી અંદાજીત ૧૨૮ બસો કાર્યરત હતી. ત્યારે અમદાવાદમાં એકાએક કરફયુ લાગવામાં આવતાં બસો બંધ કરવાની નોબત આવી હતી. ત્યારે પણ દિવાળીના તહેવાર સમયે બસો બંધ કરવામાં આવતાં અસંખ્ય પ્રવાસીઓ, મજુર, શ્રમિક અટવાઈ પડયા હતા. ત્યારે સરકારે ૧૨૮ બસો કયારે કાર્યરત કરશે તે પ્રશ્ર્ન માંગે છે.

પંચમહાલ, દાહોદ હંમેશા શ્રમિક વર્ગનું દાન કરે છે. હંમેશા કાઠીયાવાડ સુધી પોતાની મહેનત અને તન-મન-ધન થી હંમેશા પોતાનું યોગદાન આપે છે. અને હંમેશા પંચમહાલ-દાહોદના આવા શ્રમિકોને રોજગારી આપવામાં હંમેશા અગ્રેસર રહ્યું છે. દાહોદ અને પંચમહાલ એક કુશળ શ્રમિક તરીકે ઓળખાતું શહેર છે. અને આ કુશળ તહેવાર તરીકે મનાવે છે. આખા વર્ષમાં માત્ર દિવાળી સમય પણ પોતાના ઘરે આવીને તહેવારો ખેતી મનાવે છે. આવા સમયે એસ.ટી.નિગમ દ્વારા બસો બંધ કરવામાં આવી છે. આ વચ્ચે અમદાવાદમાં કરફયુ લાગવાના કારણે સૌરાષ્ટ્ર, અમદાવાદ, સુરતમાં લાગુ કરવામાં આવતાં એકાએક બસો પર પ્રતિંબધ મુકવામાં આવતાં પૈડા થંભી ગયા હતા. આ કારણે સૌરાષ્ટ્ર તરફથી દાહોદ તરફ તથા ગોધરા તરફ આવતી બસોને પણ બ્રેક લાગી ગઈ હતી. એકાએક બે્રક લાગવાના કારણે સગાવ્હાલા પણ ચિંતામાં મુકાયા હતા. એકાએક પોતાના ગંતવ્ય સ્થળ પર જવા પર બ્રેક લાગવાના કારણે પોતાના મનપસંદ સ્થળે જઈ શકયા ન હતા. એસ.ટી.ના કર્મચારીઓને પણ આવા સમયે સરકારે સાતમું પગાર પંચ લાગુ કરવાની માંગ કરવામાં આી હતી. તેમ છતાં સરકારે આવા કર્મચારીઓને પણ અનદેખી કરી હતી. અવારનવાર માંગણી કરવા છતાં આવા કર્મચારીઓની પણ માંગણી નહીં સંતોષીને કર્મચારીઓને અન્યાય કર્યો છે. સરકારે આવા સમયે કર્મચારીઓને ન્યાય આપવાના બદલે અન્યાય કર્યો હતો. સૌરાષ્ટ્ર, સુરત તથા વડોદરા થી ૫ંચમહાલ તથા દાહોદ સુધી આવતી અંદાજીત ૧૨૮ બસોના ‚ટ બંધ કરવામાં આવતાં અસંખ્ય મુસાફરો અટવાઈ પડયા હતા. સવાર થી લઈને સાંજ સુધી અવરજવર કરનાર આવા શ્રમિક વર્ગને સરકારે કોરોનામાં મોત ઉપર માથું માર્યું હતું. આવા સમયે સરકારે આવા બિચાર નિર્દોષ શ્રમિકોને ન્યાય આપવાના બદલે અન્યાય કરવામાં આવતાં આવા પણ કર્મચારીઓ અન્યાયની લાગણી અનુભવી રહ્યા છે. અવારનવાર આવા અન્યાય સામે મોર્ચો કાઢનાર કર્મચારીઓને પણ સરકારે ન્યાય આપવાના બદલે અન્યાય કર્યો છે. આવા સમયે પણ સરકારે પોતાની લાગણી રાખવી જોઈએ. પંચમહાલ તથા દાહોદ તરફથી આવતા સૌરાષ્ટ્ર તરફના મુસાફરોને રૂટ બંધ કરીને અન્યાય કરી રહ્યા છે. ૧૨૮ જેટલી બસો બંધ કરવાનું કારણ પણ પ્રજાને સમજાતું નથી.

પંચમહાલ, દાહોદ અને મહીસાગર થી જતી એસ.ટી.બસો ની ટ્રીપ કેન્સલ કરવાના કારણે હજારો શ્રમિકો અને મુસાફરો અટવાશે.હાલમાં જ દીપાવલી પર્વ ની ઉજવણી કરવા અર્થે આવેલા હજારો શ્રમિકો પોતાના માદરે વતન આવ્યા હતા.તયારે દીપાવલી પર્વ ની ઉજવણી પૂર્ણ થતાં પુન: કામ ધંધા રોજગાર અર્થે જતા શ્રમિકો ની હાલત કફોડી બનવા પામી છે.તેમજ આ નિર્ણય ની સાથે સાથે રોજિંદા અપ ડાઉન કરતા નોકરિયાત વર્ગ,વેપારી વર્ગ ની હાલત પણ કફોડી બનવા પામી છે.

એસ.ટી.વિભાગ ગોધરા નિયામક ડીંડોરને આ અંગે પૂછતાં તેઓએ જણાવ્યું હતુ કે અમદાવાદ ખાતે ૫૭ કલાક ના આદેશના પગલે અત્રે ના પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાની એસ.ટી. બસોની ૧૨૮ ટ્રીપ પણ કેન્સલ કરવામાં આવી છે.