- જમ્મુમાં ૧૫૦ કરોડ રૂપિયાનું એક આઇટી ટાવર બનાવવામાં આવશે. આ માટે જમીન આપવામાં આવી છે.
શ્રીનગર,
અનેક ખાડી દેશોના સીઈઓ દ્વારા રોકાણના અવસરોને જાણવા માટે ઘાટીની મુલાકાતના લગભગ એક વર્ષ બાદ બુર્જ ખલિફાના વિકાસર્ક્તા સંયુક્ત અરબ અમીરાત સ્થિત એમ્માર સમૂહે શ્રીનગરમાં એક શોપિંગ મોલ અને એક આઇટી ટાવરની જાહેરાત કરીને જમ્મુ-કાશ્મીરમાં પ્રવેશ કર્યો છે.
આ ઘોષણા એ દિવસે થઈ જ્યારે શ્રીનગરમાં ગત વર્ષના માર્ચમાં આયોજિત ભારત યુએઈ રોકાણની બેઠકની મેજબાની કરી હતી. જમ્મુ-કાશ્મીર સરકારે કહ્યું કે એમ્મારની પરિયોજનાઓ કેન્દ્ર શાસિત પ્રદેશમાં પહેલું પ્રત્યક્ષ વિદેશી રોકાણ છે. જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહે ૧૦ લાખ વર્ગ ફૂટના મેગા-મોલ- મોલ ઓફ શ્રીનગર અને શ્રીનગર બહારના વિસ્તાર સેમપોરામાં એક આઇટી ટાવર માટે ભૂમિપૂજન કર્યું હતું. તેમણે કહ્યું કે જમ્મુમાં એક આઇટી ટાવર પણ લગાવાશે.
જમ્મુમાં ૧૫૦ કરોડ રૂપિયાનું એક આઇટી ટાવર બનાવવામાં આવશે. આ માટે જમીન આપવામાં આવી છે.જેનો શિલાન્યાસ સમારોહ આગામી મહિને આયોજિત કરવામાં આવશે. કુલ મળીને આ ૫૦૦ કરોડ રૂપિયાનું રોકાણ હશે. મને લાગે છે કે જમ્મુ-કાશ્મીર ખાસ કરીને શ્રીનગર અને આસપાસના લોકોનું લાંબા સમયથી ચાલી રહેલું સપનું પુરું થવા જઇ રહ્યું છે. મને લાગે છે કે જમ્મુ-કાશ્મીર ઔદ્યોગિક પ્રગતિ તરફ આગળ વધી રહ્યું છે.
એમ્મારના સીઇઓ અમિત જૈને જણાવ્યું હતું કે “મોલ ઓફ શ્રીનગર” માં ૫૦૦ દુકાનો હશે, જેમાંથી ઘણી યુએઇ સ્થિત કંપનીઓ દ્વારા સંચાલિત થવાની અપેક્ષા છે.એમ્માર સાઉદી અરેબિયા સહિત ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ દેશોના લગભગ ૩૬ સીઇઓના જૂથનો ભાગ હતો, જેણે ગયા વર્ષે રોકાણની તકો શોધવા માટે કાશ્મીરની મુલાકાત લીધી હતી. સરકારે કહ્યું કે તેણે સીઈઓને આમંત્રિત કર્યા છે, જેમાંથી મોટાભાગના રિયલ એસ્ટેટ, હોસ્પિટાલિટી, ડેવલપમેન્ટ, ફૂડ પ્રોસેસિંગ અને કૃષિ ક્ષેત્રના છે. જમ્મુ કાશ્મીરની પરિસ્થિતિ પર તેમની ચિંતાઓને “ફર્સ્ટ હેન્ડ” અનુભવ પ્રદાન કરીને દૂર કરવાની છે.
એલજી સિન્હાએ ભારત-યુએઈ સમિટને જમ્મુ અને કાશ્મીરમાં રોકાણની તકો પર “મુક્ત અને સ્પષ્ટ” મંતવ્યોની આપ-લે માટે “અનોખી” તક ગણાવી હતી. સિંહાએ વિદેશી રોકાણકારોને કહ્યું, ‘આજનો દિવસ ઐતિહાસિક છે. “એમાર દ્વારા શ્રીનગરના ૧ મિલિયન ચોરસ ફૂટના મોલના ગ્રાઉન્ડબ્રેકિંગ સમારોહ સાથે, જમ્મુ અને કાશ્મીરમાં પ્રથમ એફડીઆઈ આકાર પામ્યું છે,” તેમણે કહ્યું, તેમણે યુએઈના વેપારી નેતાઓને જમ્મુ અને કાશ્મીરમાં રોકાણ કરવા વિનંતી કરી અને “એક” બનવાનું આમંત્રણ આપ્યું.
વિદેશી રોકાણકારોની મીટમાં યુએઇ-ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલના સભ્યોએ પણ હાજરી આપી હતી, જે ભારત અને યુએઈ વચ્ચે આથક સુમેળને પ્રોત્સાહન આપવા માટે રચાયેલ સત્તાવાર સંયુક્ત વ્યાપાર સંસ્થા છે. સિંહાએ બેઠકમાં જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરે તાજેતરના વર્ષોમાં માળખાકીય સુધારા સાથે પ્રભાવશાળી પ્રગતિ કરી છે અને વૃદ્ધિની ગતિ તેને રોકાણનું આકર્ષક સ્થળ બનાવે છે. અમે સુનિશ્ર્ચિત કરીશું કે રોકાણકારોને વહીવટીતંત્ર તરફથી તમામ પ્રકારની મદદ, સુવિધા અને સમર્થન મળે.