
વિરપુર,
વિરપુર તાલુકાના પોટા રસુલપુર હરસિધ્ધિ ટ્રસ્ટ સંલગ્નમાં જમઝર મંદિર અન્નક્ષેત્ર ખાતે મોહનથાળના મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું. તેમજ માં અંબાના દરબારમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરીને ચીક્કીનો પ્રસાદ ચાલુ કરવામાં આવતા સમસ્ત અંબાજી ટ્રસ્ટના ભાવિભક્તોની ધાર્મિક લાગણી દુભાતા વિરોધનો વંટોળ ઉભો થતા નારાજગી સામે આવતા મંદિરના ગર્ભગૃહમાં આગ લાગવાના બનાવો, તેમજ માતાજી કોપાયમાન થતા ધજા ફાટવાની વિગતો સોશ્યલ મીડિયામાં વાયરલ બનવાની જેવા ર્માં અંબાના અવનવા પરચાના સંકેત સામે આવતા સંકેતનું પ્રાયશ્ચિત કરીને વિરપુર તાલુકાના પોટા જમઝર મંદિર અન્નક્ષેત્રના દાતા પ્રજાપતિ રાજુભાઈ તેમજ જમઝર અન્નક્ષેત્ર સેવા સમિતિ દ્વારા સુઘડ અને સુચારૂ આયોજનના ભાગરૂપે ર્માં જમઝરની પૂજા અર્ચના કરી મોહનથાળના મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું. જેમાં ક્ષત્રિય સમાજ બાલાસિનોરના યુ.કે.ઠાકોર એન્જીનીયર્સ, કેતનસિંહ જાલા યુવા મોરચા પ્રમુખ મહીસાગર જિલ્લો, સાલમસિંહજી ખાંટ ક્ષત્રિય સમાજના પ્રમુખ, રાધુસિંહજી પૂર્વ ડિરેક્ટર અમૂલ તેમજ એસ.બી.ખાંટ, નટુભાઈ, જવાનસિંહ, પ્રદીપભાઈ તેમજ યુવા સમાજસેવકો, તેમજ હોદ્દેદાર ઓ અગ્રણીઓએ હાજરી આપી. જેમાં ક્ષત્રિય સમાજ સમૂહ લગ્નોત્સવ, 7/5/2023 ના રોજ યોજાનાર હોઈ જે નિમિત્તે, વધુ યુગલો જોડાય તેવી પણ અપીલ કરવામાં આવી અને સમાજમાં ચાલતા કુરિવાજો, વ્યસન મુક્તિ, અને શિક્ષણને પ્રાધાન્ય આપવાના સૂચનો કરવામાં આવ્યા.