ગોધરા તાલુકાના ભાટીના ધોડા સારંગપુર ગામના ઈસમોએ ગણેશ મંદિરમાં ફોટો નહિ પાડવા દેવા મામલે મારમારતાં ફરિયાદ

ગોધરા,

ગોધરા તાલુકાના ભાટીના ધોડા સારંગપુર ગામે રહેતા આરોપી ઈસમો દ્વારા ગણેશ મંદિરમાં ફોટો કેમ પાડવા ના દીધા તેમ કહીને મારમારતાં આ બાબતે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી.

પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા તાલુકાના ભાટીના ધોડા સારંગપુર ગામે રહેતા આરોપીઓ ગોપાલ વિક્રમભાઈ જાદવ, સંદિપભાઈ ઈશ્ર્વરભાઈ જાદવ, ચેતન જશવંતભાઈ જાદવ, રોહિત દશરથભાઈ જાદવ, હિતેશ ફતેસિંહ જાદવ અએ કલ્પેશકુમાર રામસિંહ સોલંકી જે રહે. વાટા રીંછીયાને તે અમોને ગણેશ મંદિરમાં ફોટા કેમ પાડવા દીધા નહિ તેમ કહી ઝપાઝપી કરી ગડદાપાટુનો મારમારી ગુન્હો કરતાં આ બાબતે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.