કાલોલના સણસોલી ગામે મારી પત્ની સાથે ઈન્સ્ટાગ્રામ ઉપર વાતો કરે છે તેમ કહી મારમારતાં ફરિયાદ

કાલોલ,

કાલોલ તાલુકાના સણસોલી ગામે રહેતા ફરિયાદને આરોપીઓએ તું મારી પત્ની સાથે ઈન્સ્ટાગ્રામ મેસેજથી વાાતો કરે છે. તેમ કહી ત્રણ આરોપીઓને મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં ફરિયાદ.

પ્રાપ્ત વિગતો મુજબ કાલોલ તાલુકાના સણસોલી ગામે રહેતા સચિન રાજેશકુમાર રાઠોડને 18 માર્ચના રોજ ગામમાં રહેતા દિપક મહંત એ તું મારી પત્ની સાથે ઈન્સ્ટાગ્રામ મેસેજથી કેમ વાતો કરે છે. તેમ કહી સચિનભાઈને પકડી રાખી ગાળો આપી મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં આ બાબતે કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.