દે.બારીયા શહેર અજાયબી સમાન ટાવર ધડીયાળ છેલ્લા 10 દિવસ થી બંધ છે કેમ ?

દે.બારીયા,

દે.બારીયા શહેરની ઐતિહાસીક ધરોહર અજાયબી સમાન કહીએ તો ખોટું નથી. શહેરની નાકસમાન આ ઐતિહાસીક ટાવર ધડીયાળ છેલ્લા 10-15 દિવસથી ચાવી ન ભરવાના કારણે છેલ્લા 10-15 દિવસથી ચાવી ન ભરવાના કારણે બંધ થઈ છે. તેવું ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર દે.બારીયા શહેરને રજવાડી સમય દરમિયાન આ ટાવર ધડીયાળનું બાંધકાર્ય કરવામાં આવ્યું. લગભગ 90 વર્ષ જેવો સમય વિતવા આવ્યો છતાં આ ધડીયાળ ચાલુ હાલતમાં છે. તેને પણ બિરદાવવા લાય છે. દે.બારીયા નગર પાલિકાના હસ્તક તેની સાચવી રખરખાવ મેન્ટેનન્સ થાય છે. હાલના ગત વર્ષો અગાઉ ટાવર ધડીયાળની ટોચ ઉપર આકાશી વિજળી પડતા નુકશાન થતા તેનું સમારકાર્ય યુધ્ધના ધોરણે કરાયું હતું. પરંતુ હાલમાં ફેબ્રુઆરી 2023 થી દેે.બારીયા નગર પાલિકા વહિવટી કાર્ય સરકારી બાબુઓના હસ્તક જતા ટાવર ધડીયાળ પ્રત્યે કોઈ જ સાચવણી તથા સાફ સફાઈ ટાવર ધડીયાળની ચાવી ભરાઈ નથી. તેથી આ ટાવર ધડીયાળ 10 થી 15 દિવસથી બંધ થઈ જવા પામી છે. આ શહેરની ઐતિહાસીક ટાવર અંગે આપણા માન્ય વડાપ્રધાન મોદી પણ પુછતાછ પહેલા કરી હતી. તેથી તેનો મહત્વ કેટલો હશે તેના ઉપરથી સમજી શકાય છે. જેથી દે.બારીયા નગર પાલિકાનું વહિવટી તંત્ર બંધ થયેલા ટાવર ધડીયાળને ચાલુ કરાવવા માટે હાથ ધરશે તેવું શહેરની આમ પ્રજાની માંગ છે.