
- ગટરો ઉભરાવાની સમસ્યાને લઈ મચ્છરોનો ઉપદ્રવ વધ્યો.
- આ વિસ્તારમાં મહાકાળી મંદિર આસપાસ ગટરના ગંદા પાણી ભરાતા સેવા પૂજા કે દર્શન કરવામાં મુશ્કેલીઓ.
ગોધરા,
ગોધરા પાલિકાના તીરધરવાસ ખાતે રામગલીના લોકો સાફ સફાઈ, પીવાના પાણી, ગટર વ્યવસ્થા જેવી બાબતો માટે વલખાં મારવા પડે છે. પાલિકા દ્વારા સ્થાનિકોની રજુઆતને ગંભીરતાથી લઈ રહ્યું નથી. આ વિસ્તારમાં આવેલ મહાકાલી મંદિરની ચારે તરફ ગરટના ગંદા પાણીના દ્દશ્યો જોવા મળી રહ્યા છે.
ગોધરાના તીરધરવાસ વિસ્તારના રામગલીમાં 2000 ઉપરાંત તીરધર સમાજના લોકો વસવાટ કરે છે. ત્યાં આજે પણ પીવાના પાણી, ગટર વ્યવસ્થા, સાફ સફાઈ વગેરે જેવી પ્રાથમિક સુવિધાઓ માટે વલખાં મારી રહ્યા છે. આઝાદીના 75 વર્ષ થવા આવ્યા છતાં તીરધરવાસની રામગલીના લોકો હજી પણ વિકાસથી વંચિત રહ્યો છે. તીરધર સમાજના લોકો દ્વારા નગર પાલિકામાં અનેકવાર રજુઆતો કરી હોવા છતાં પાલિકા તંત્ર આ વિસ્તારના લોકો માટે ઓરમાર્યું વર્તન દાખવી રહ્યા છે. તીરધરવાસમાં પ્રવેશની સાથે ચારે તરફ ગટરના ગંદા પાણી રોડ ઉપર રેલાયેલા જોવા મળે છે. તેમાં પણ જે ગટર લાઈન હયાત છે. તે પણ ચોકઅપ થયેલ છે. જેને લઈ ગંદા પાણીનો નિકાલ નહિ થતાં મચ્છોના ઉપદ્રદ વધ્યો છે. આ વિસ્તારમાં મેલેરીયા, કોલેરા જેવા રોગો ફાટી નિકળે તેવી સંભાવના જોવાઈ રહી છે. રાજ્ય સહિત દેશમાં કોરોના ફરીથી માથું ઉચકયું છે. જેને લઈ સ્થાનિક રહિશો ચિંતામાં મુકાયા છે.
બોકસ:
તીરધરવાસમાં રહેતા શારદાબેન દ્વારા જણાવાયું કે, લગ્ન કરીને આવી ત્યારથી ગટર લાઈન ચોકઅપ થવાની સમસ્યા છે. હું ધર માંથી ગટરનું ગંદુ પાણી કાઢીને થાકી ગઈ ગઈ છું માટે ધરમાં રહેવું નથી. કારણ કે, ગટરના ગંંદા પાણીમાંં રહેવાથી થાકી ગયા છીએ. અમને બીજે ભાડેથી મકાન મળે અને ભાડું નગર પાલિકા ચુકવે તે માટે આગળ પાછળ કોઈ નથી.
બોકસ:
તીરધરવાસ રામગલીમાં રહેતા પાણીબેન જણાવ્યું કે, અમારા વિસ્તારમાં આવે મંદિરમાંં ગંદુ પાણી ભરાય છે. જેના કારણે ન પૂજા થાય છે કે દર્શન થાય છે. પાલિકા તંત્ર અમારુંં સાંભળતું નથી. પાણી ભરાવવાના કારણે છોકરા પડી જતાં ફેકચર થઈ ગયું હતું.
બોકસ:
છેલ્લા કેટલાય વર્ષોથી ગંદાપાણીના નિકાલ તેમજ સાફ સફાઈ અને પીવાના પાણીની સમસ્યા છે. પાલિકાના ચુંટાયેલ સ્થાનિક સભ્યો નિરાકરણ લાવતા નથી. પાલિકા તંત્ર અમારી સાથે વિકાસના કામો નહિ કરી ઓરમાર્યું વર્તન રાખતા જોવા મળી રહ્યા છે.