ગરબાડા,
ગરબાડા તાલુકાના પાંદડી ગામે એક કિશોરીએ ખેતરમાં આંબાના ઝાડ ઉપર ગળેફાંસો ખાઈ આપધાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.
ગરબાડા તાલુકાના પાંદડી ગામે કાચલા ફળિયાની 16 વર્ષિય પાયલ જે ખેતરમાં આવેલ આંબાના ઝાડ ઉપર ઓઢણી બાંધી અગમ્યકારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ધટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યા હતા. ધટનાની જાણ થતાં પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો. તેમજ સ્થાનિક પોલીસ પણ ધટના સ્થળે આવી પહોંચી ગ્રામજનોની મદદથી મૃતદેહને ઝાડ ઉપરથી નીચે ઉતારી નજીકના દવાખાને પી.એમ.અર્થે ખસેડ્યો હતો. આ સંબંધે ભારતભાઈ ભાભોરે જેસાવાડા પોલીસ મથકે જાણ કરતા પોલીસે આ અંગે અકસ્માત મોતના કાગળો કરી આગળ વધુ તપાસ હાથ ધરી હતી.