શ્રીનગર,
જમ્મુ કાશ્મીરના ઉપરાજયપાલ મનોજ સિન્હાએ ચૈત્ર નવરાત્રિ ૨૦૨૩ પહેલા કટરામાં પાંચ માળનું શ્રી માતા વૈષ્ણોદેવી ભવનનું ઉદ્ધાટન કર્યું આ પ્રસંગ પર તેમણે કહ્યું કે તેનો લાભ વૈષ્ણોદેવી યાત્રા પર આવનારા શ્રદ્ધાળુઓને થશે. મનોજ સિન્હાએ કહ્યું કે આગામી દિવસોમાં સગવડો અને સુવિધાઓને પ્રોત્સાહિત કરવામાં આવશે એ યાદ રહે કે ગઇકાલે મનોજ સિન્હા બિહારના ગોપાલંજ પહોંચ્યા હતાં આ દરમિયાન તેમણે જમ્મુ કાશ્મીરમાં આતંકીઓના ખાત્મા પર પણ નિવેદન આપ્યું અને તેમણે કહ્યું કે ગત વર્ષ જમ્મુ કાશ્મીરની અંદર ૧૮૮ આતંકીઓને ઠાર કરવામાં આવ્યો છે.
મનોજ સિન્હાએ કહ્યું કે જમ્મુ કાશ્મીર આતંકવાદ મુક્તિ વિસ્તાર તરફ આગળ વધી રહ્યું છે આતંકવાદીઓ પર તેમણે કહ્યું કે જમ્મુ કાશ્મીરની અંદર ૧૮૮ આતંકવાદીઓના એન્કાઉન્ટર ગત વર્ષ થયા છે.જેમાં તેમાં ૪૭ વિદેશી આતંકી પણ સામેલ હતાં તેમણે આ દરમિયાન કહ્યું હતું કે જેટલા પણ ટોપ આતંકી સંગઠનોના નામ તમે જાણો છો. તેમના કોઇ પણ કમાંડર હવે જીવિત નથી.પાકિસ્તાન પર અપ્રત્યક્ષ રીતે બોલતા તેમણે કહ્યું કે પડોસી વારંવાર ધુષણખોરી કરવાનો પ્રયાસ કરે છે પરંતુ અમારી સેના તેમના પ્રયાસોને નિષ્ફળ કરી દે છે.
ગોપાલગંજ પહોંચેલા ઉપરાજયપાલ મનોજ સિન્હાએ કહ્યું કે જમ્મુ કાશ્મીર વિસ્તારમાં સિકયોરિટી ફોર્સથી સારો તાલમેલના કારણે ગત વર્ષોથી નિયંત્રણમાં છે. તેમણે કહ્યું કે મારો વ્યક્તિ વિરોધ કરો પરંતુ ભારતનો વિરોધ કરવો કોઇના માટે શોભાદેતુ નથી કારણ કે જો આમ કોઇ કરે છે તો તેમની વિરૂધ બંધારણ હેઠળ કઠોરત્તમ કાર્યવાહી કરવામાં આવશે.