પંજાબના દરેક ઘરમાં ડ્રગ્સ છે. અને તેનો દિકરો અમૃતપાલ સિહ આ ડ્રગ્સને ખતમ કરવા માંગે છે: પિતાએ બચાવ કર્યો

ચંડીગઢ,

’વારિસ પંજાબ દે’ પ્રમુખ અમૃતપાલ સિહને પંજાબ પોલીસે ભાગેડુ જાહેર કરી દિધા છે. અને તેમના ઘણા સામાનને જપ્ત કરી લીધા છે. પોલીસની આ કાર્યવાહી વચ્ચે અમૃતપાલ સિહના પિતા તરસેમ સિહે પોતાના દિકરાનો બચાવ કર્યો છે. તરસેમ સિહે કહ્યુ કે, પંજાબના દરેક ઘરમાં ડ્રગ્સ છે. અને તેનો દિકરો અમૃતપાલ સિહ આ ડ્રગ્સને ખતમ કરવા માંગે છે.

પંજાબ સરકારે શનિવારે એક કટ્ટરપંથી સિખ ઉદેશક અને ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિહ વિરુદ્ધ એખ મોટી કાર્યવાહી શરુ કરી છે. જેમા પોલીસે તેમના નેતૃત્વ વાળઆ સંગઠન’ વારિસ પંજા દે’ ના ૭૮ સભ્યોની ધરપકડ કરી છે. પંજાબ પોલીસે કહ્યુ કે, રાજ્યવ્યાપી અભિયાન દરમિયાન અત્યાર સુધીમાં ૩૧૫ રાઇફલ, ૧૨ ચોર ની ૭ રાઇફલ , એક રિવોલ્વર અને વિભિન્ન કૈલિબર ના ૩૭૩ જિવિત કાર્તુષ સહિત ૯ હથિયાર કબ્જે કરવામાં આવ્યા છે.

હાલમાં અમૃતપાલ સિહનો કોઇ ભાળ નથી મળી રહી. પિતા તરસેમ સિહે કહ્યુ કે, પરિવારને અમૃતના વર્તમાન જગ્યા વિષે કોઇ જ ખભર નથી. તરસેમે એ પણ દાવો કર્યો હતો કે, પંજબા પોલીસે ત્રણ ચાર કલાક સુધી ઘરની તપાસ કરી હતી. પરંતુ તેમને કોઇ જ અવૈધ વસ્તુ મળી નહોતી. તરસેમ સિહે વાત કરતા કહ્યુ કે, અમારી પાસે તેના વિષે કોઇ જાણકારી નથી. પોલીસે અમારા ઘરમાં ત્રણથી ચાર કલાક તપાસ લીધી હતી. તેણે કોઇ જ ખોટુ નથી કર્યુ. પોલીસને તેમણે સવારે ઘરથી નીકળતા સમયે જ પકડી લેવાની જરૂર હતી.