કમોસમી વરસાદના કારણે ૮૦ ટકા નુક્સાન,શાકભાજીના ભાવ વધી શકે છે

અમદાવાદ,

રાજ્યમાં કમોસમી વરસાદના કારણે શાકભાજીમાં ભારે નુક્સાન થયું છે. જેના કારણે હાલમાં બજારમાં માંગ વધારે હોવાથી શાકભાજીના ભાવમાં પણ વધારો થયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યભરના વાતાવરણમાં પલટો આવ્યો છે. ગતરોજ રાજ્યના ૭૨ તાલુકાઓમાં કમોસમી વરસાદ નોંધાયો છે. કમોસમી વરસાદના કારણે શાકભાજી સહિત ઘઉં, કેરી, ચણાના પાકમાં ભારે નુક્સાન થયું છે. કમોસમી વરસાદના કારણે શાકભાજીમાં ૮૦% નુક્સાન થયું છે. જેના કારણે શાકભાજીના ભાવમાં પણ વધારો થયો છે.

બજારમાં માગ વધારે હોવાથી શાકભાજીના ભાવમાં વધારો થયો છે. શાકભાજીના પ્રતિકિલોના ભાવ પર નજર કરીએ તો લીંબુ હોલસેલ બજારમાં ૧૩૦થી ૧૭૦ રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે. જ્યારે આદુ હોલસેલ બજારમાં ૭૦ થી ૮૦ રૂપિયા કિલો, ગવાર ૯૦થી ૧૦૦ કિલો, ચોળી ૧૨૦ રૂપિયા કિલો, વટાણા ૪૦ રૂપિયા કિલો, કોથમીર ૩૦ રૂપિયા કિલો, ભીંડો ૬૦થી ૭૦ રૂપિયા કિલો અને મરચા ૩૫ રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે.

રાજ્યમાં કમોસમી વરસાદના કારણે શાકભાજીમાં નુક્સાન થતાં હાલ એપીએમસી માર્કેટમાં શાકભાજીની આવકમાં ઘટાડો નોંધાયો છે. હાલમાં બજારમાં માંગ વધારે હોવાથી ભાવમાં પણ વધારો થયો છે. બજારમાં નવો માલ નહિ આવે ત્યા સુધી ભાવ વધવાની પણ શક્યતા છે.