સુરત,
સુરતના ઉમરપાડા તાલુકામાં વરસાદને કારણે ખેતીને મોટા પ્રમાણમાં નુક્સાન થયું છે. ઘઉં, મકાઈ, જુવાર અને શાકભાજી સહિતનો પાક નિષ્ફળ ગયો છે.ઉમરપાડાના ખોટા રામપુરા, કોલવણ, કદાવલી સહિતના ગામોમાં કમોસમી વરસાદે કહેર વરસાવ્યો છે. વરસાદને લઈ ખેતરોમાં પાણી ભરાતા પાકને ભારે નુક્સાન થયું છે. હાથમાં કોળિયો લીધો હોય અને કોઇ છીનવી લે તો શું થાય આવી જ કંઇક સ્થિતિ માવઠાને કારણે દક્ષિણ ગુજરાતના ખેડૂતોની થઇ છે. માવઠાને કારણે ખેડૂતોને હાથમાં આવેલો કોળિયો છીનવાયો છે. સુરતના ઉમરપાડા તાલુકામાં વરસાદને કારણે ખેતીને મોટા પ્રમાણમાં નુક્સાન થયું છે. ઘઉં, મકાઈ, જુવાર અને શાકભાજી સહિતનો પાક નિષ્ફળ ગયો છે.
ઉમરપાડાના ખોટા રામપુરા, કોલવણ, કદાવલી સહિતના ગામોમાં કમોસમી વરસાદે કહેર વરસાવ્યો છે. વરસાદને લઈ ખેતરોમાં પાણી ભરાતા પાકને ભારે નુક્સાન થયું છે. હાલ ઘઉં અને મકાઈની સીઝન ચાલી રહી છે. જેથી ખેડૂતોએ ખેતરમાં તૈયાર પાકને કાપીને સુકવા માટે મુકેલો હતો. પરંતુ અચાનક આવેલા કમોસમી વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવ્યું છે. જેને કારણે ખેડૂતોને રાતા પાણીએ રડાવાનો વોર આવ્યો છે. ખેડૂતો સરકાર સર્વે કરાવી કંઇ રાહત આપે તેવી માગ કરી રહ્યાં છે.
પંચમહાલ જિલ્લામાં વરસેલા કમોસમી વરસાદને લઈને ખેડૂતોને ભારે નુક્સાન વેઠવાનો વારો આવ્યો છે. એક્તરફ કમોસમી વરસાદને લઈને ઘાસચારો નષ્ટ થયો છે. તો બીજી તરફ ઉનાળામાં પશુઓને ખવડાવવા માટે ઘાસચારો ક્યાંથી લાવવો તેની ચિંતા પશુપાલકોને સતાવી રહી છે. પંચમહાલ જિલ્લાના કુલ ૧.૧૭ લાખ હેકટર જેટલા વાવેતર લાયક વિસ્તાર પૈકી ૭૦ ટકા વિસ્તારમાં ધાન્ય પાકોનું વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાંનો મોટાભાગનો પાક માવઠાની બલી ચઢી ગયો છે. પાક તૈયાર હતો તેવા સમયે જ કમોસમી વરસાદ થતા ખેડૂતોની સાથે પશુપાલકોને પણ રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. ત્યારે ખેડૂતો અને પશુપાલકો નુક્સાનીના વળતરની માગ કરી રહ્યા છે.