હેવાને સંતાન પ્રાપ્તિની વિધિના બહાને મહિલાનો વિશ્ર્વાસ જીત્યોને બાદમાં દુષ્કર્મ આચર્યું

અમદાવાદ,

અમદાવાદ શહેરમાંથી ચેતવણીરૂપ કિસ્સોસામે આવ્યો છે. અમદાવાદમાં એક મહિલાને સંતાન પ્રાપ્તિની લાલચ આપીને ઢોંગી તાંત્રિકે કર્યું શરમનાક કૃત્ય. મળતા અહેવાલ પ્રમાણે સંતાન પ્રાપ્તિનિ વિધિ કરવાના બહાને મહિલાનો પહેલા વિશ્ર્વાસ જીત્યો ત્યાર બાદ દુષ્કર્મ આચર્યું હતું. આરોપી મહિલાને દાહોદના ફતેપુરા લઇ ગયો હતો. જ્યાં મહિલા પર તાંત્રિક વિધિ કરી હતી અને મહિલાની મરજી વિરુદ્ધ તેની સાથે શારીરક સંબધ બાંધ્યો હતો.

મહિલા સમગ્ર બનાવથી ગભરાઇ ગઈ હતી,અને તાત્કાલિક અમદાવાદ મહિલા પશ્ર્ચિમ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરીયાદ દાખલ કરાવી હતી. ફરીયાદને આધારે પોલીસે આરોપી દિલદારમીયાની ધરપકડ કર્યા બાદ મુખ્ય આરોપી તાંત્રિક મૂકેશ ગરાસીયાની પણ ધરપકડ કરી છે. આરોપીએ તાંત્રિક વિધિથી સંતાન પ્રાપ્તિ કરાવા બદલ રૂ. ૨ લાખની માંગણી કરી હતી. તેમજ આરોપીની પૂછપરછમાં પણ અનેક ચોંકાવનારા ખુલાસા થયા હતા.