મહિસાગર જીલ્લામાં 199 દિવસ બાદ લુણાવાડામાં મહિલા કોરોના પોઝીટીવ આવતાં હોમ આઈસોલેટ કરાયા

લુણાવાડા,

મહિસાગર જીલ્લામાં 199 દિવસ બાદ લુણાવાડામાં મહિલાનો કોરોના પોઝીટીવ રીપોર્ટ આવતાં મહિલાને હોમ આઈસોલેટ કરવામાં આવ્યા.

મહિસાગર જીલ્લામાં 199 દિવસ થી કોરોના કેસ નહિ આવતાં જીલ્લાવાસીઓ તેમજ આરોગ્ય વિભાગ રાહતનો શ્ર્વાસ લીધો હતો. હાલ રાજ્યમાં કોરોનાના દર્દીઓ વધી રહ્યા છે. ત્યારે કોરોના માટે આરોગ્ય વિભાગ પણ સર્તક બન્યું છે. મહિસાગરના લુણાવાડાની 29 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો. સરકારી કર્મચારી મહિલાનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતાંં આરોગ્ય વિભાગ દ્વારા મહિલાને હોમ આઈસોલેટ કરવામાં આવ્યા છે. જીલ્લામાં કોરોનાનો પ્રથમ પોઝીટીવ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે.