દિવડાકોલોની,
કડાણા તાલુકા મામલતદાર કચેરીમાં કલાર્ક તરીકે ફરજ બજાવતા અલ્પેશ માળીનો મૃતદેહ તા.29 જાન્યુ.2023ના રોજ બાલાસિનોર ખાતે તેમના ભાડાના મકાનમાંથી મળ્યો હતો. બાલાસિનોર પોલીસે જણાવ્યુ હતુ કે, અલ્પેશ માળીનો મૃતદેહ જયારે મળ્યો ત્યારે તેમના ધરનો દરવાજો અંદરથી બંધ હતો જયારે મોતનુ કારણ હજુ અકબંધ છે.
મહિસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે તા.29 જાન્યુ.એ બંધ મકાનમાંથી મળેલ મૃતદેહની ધટનામાં ઉપલા અધિકારીના ત્રાસનો આક્ષેપ થઈ રહ્યો છે. જિલ્લાના કડાણા મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા અલ્પેશકુમાર માળીએ આપધાતના એક અઠવાડિયા પહેલા તા.21 જાન્યુઆરી 2023ના રોજ રાજયના મુખ્યમંત્રીએ કરેલ અરજીમાં લખ્યુ હતુ કે, તેઓ કડાણા મામલતદાર કચેરીમાં કલાર્ક તરીકે ફરજ બજાવે છે. અને વતન અમદાવાદ છે. પરિવારમાં માત્ર વૃદ્ધ માતા-પિતા છે ત્યારે મૃતક અલ્કેશ માળીએ અરજીમાં આક્ષેપ કરતા જણાવ્યુ છે કે તેમના ઉપલા ઉચ્ચ અધિકારીઓ તેમની સાથે ગેરવર્તન કરે છે. તેમના કરીયર બગાડવાની ધમકી આપી છે. અને તેમને અવાર નવાર કારણ વગર નોટિસો આપી ત્રાસ આપવામાં આવે છે. મૃતકે એવુ પણ જણાવ્યુ હતુ કે, તેમને કચેરીમાંથી અન્ય કર્મચારીઓની જેમ સમયસર પગાર પણ આપવામાં આવતો ન હતો. અને અન્ય કર્મચારીઓને પણ આ પ્રકારનો ત્રાસ આપવામાં આવે છે. મૃતકે જણાવ્યુ છે કે, સંતરામપુર પ્રાંત કચેરીના ઉચ્ચ અધિકારી અને ઓપરેટર મારી પાસે તેમના અંગત કામો કરાવે છે. અને જો ન કરીએ તો કરીયર પણ પુરૂ કરી દેવાની ધમકીઓ આપવામાં આવે છે. અવાર નવાર આ અધિકારીઓની ધમકીઓથી હું પરેશાન થઈ ગયો છુ મેં મારી બદલી માટે કલેકટરને પણ મળ્યો હતો. અને રજુઆત કરી હતી. મૃતકે લખ્યુ હતુ કે, આ અધિકારીઓના ત્રાસથી હું ત્રાસી ગયો છે. હું કોઈ પગલુ ભરીશ તો સઘળી જવાબદારી મને હેરાન કરનાર અધિકારીની હશે.મને ન્યાય આપવા વિનંતી. ત્યારે તા.24 ફેબ્રુઆરીએ સીએમ કચેરીથી આ બાબતના પત્રમાં અરજદાર આવુ પગલુ ન ભરે તેમજ આ બાબતે ધટતી કાર્યવાહી કરવા પોલીસ મહાનિદેશક મુખ્ય પોલીસ અધિકારી, કલેકટર મહિસાગર, પોલીસ અધિકારી(મહિસાગર)ને આપધાતના એક મહિના બાદ જાણ કરાઈ હતી. તપાસ માટે પત્ર આવ્યો છતાં પણ ઉચ્ચ અધિકારી સામે ભીનુ સંકેલવાના ઈરાદે હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી.