બાલાસિનોર,
બાલાસિનોરની મેઘલિયાથી જનોડ રોડ વચ્ચે કઢૈયા ગામ નજીક બાલાસિનોર વિસ્તરણ વન વિભાગની હદના બાવળના મોટા ઝાડ આવેલ છે. જે બાવળના ઝાડ કાપીને ખેતરોમાં નાંખેલી હાલતમાં જોવા મળી રહ્યા છે. આ બાવળના ઝાડ કોણે કાપ્યા તે હજુ ખબર પડી નથી. પરંતુ 15 દિવસથી કપાયેલ વૃક્ષ આજુબાજુના ખેતરમાં પડી રહેલા હોવાથી કઢૈયા સરપંચ તેમજ તલાટીને જાણ થતાં તેઓ દોડતા થયા હતા. પરંતુ હજુ સુધી બાવળના ઝાડ સ્થળ પર કપાયેલ હાલતમાં પડ્યા છે. જયારે આ ઝાડ કોણે કાપ્યા તે ખબર પડી ન હતી. ત્યારે આ બાવળના ઝાડ કાપી બાજુના ખેતરમાં નાંખી જતા ખેતીનુ નુકસાન થતુ હોવાનુ ખેડુત દ્વારા જાણવા મળ્યુ છે. ત્યારે આટલા દિવસથી બાવળના ઝાડ પડી રહ્યા હોવાથી ગ્રામજનોમાં તર્ક-વિતર્ક સર્જાયા હતા. જયારે આ કપાયેલા બાવળના ઝાડ અંગે વિસ્તરણ આર.એફ.ઓ.ખાંભલાને વારંવાર ફોન કરતા ફોન ઉપાડવાની તસ્દી ન લેતા તેઓની કામગીરી પર શંકા સેવાઈ રહી છે.