રવિવારે ગૃહમંત્રી અમિત શાહ જુનાગઢમાં: માર્કેટીંગ યાર્ડમાં ખેડૂતો સાથે ભોજન લેશે

જુનાગઢ,

આગામી રવિવારના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ જુનાગઢ માર્કેટીંગ યાર્ડ ખાતે આવી પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતો સાથે ભોજન લેશે. યાર્ડના ચેરમેન કિરીટભાઈના જણાવ્યા મુજબ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે કે દેશભરના ખેડુતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તેમાં ગુજરાત અને જુનાગઢ જિલ્લા ઉપર વિશેષ ધ્યાન(ફોક્સ) છે

જે સ્વપ્ન સાકાર કરવા કેન્દ્રીય મંત્રી ખેડુતોને પ્રોત્સાહિત કરવા રવિવારના જુનાગઢ માર્કેટીંગ યાર્ડ ખાતે આવી જયાં કિશાન ભવનનું લોકાર્પણ કરશે તેમજ પ્રાકૃતિક કૃષિ બજારનું ભૂમિ પૂજન કરશે ઉપરાંત કૃષિ શિબિરને ખુલ્લી મુકી ખેડુતોને સંબોધન કરશે ઉપરાંત જુનાગઢ જીલ્લા સહકારી બેંકના બિલ્ડીંગનું ભૂમી પૂજન પણ કરશે ગુજરાતનું સૌ પ્રથમ પ્રાકૃતિક કૃષિ બજાર વહેલી તકે સાકાર થાય અને તેનો લાભ જિલ્લાના ખેડુતોને મળતો થાય તે હેતુથી આ પ્રાકૃતિક કૃષિ બજાર બનાવવામાં આવી રહ્યું છે.