- લગભગ સાડા 3 હજાર વર્ષ જૂના ગ્રંથ ઋગ્વેદમાં લક્ષ્મી પૂજાનો ઉલ્લેખ છે
- 5 હજાર વર્ષ જૂની મોહનજોદડો સભ્યતામાં મૂર્તિઓ અને દીવા મળ્યાં હતાં
- ધનતેરસથી ભાઇબીજ, આ 5 દિવસ સુધી ઘરમાં દીવા પ્રકટાવવામાં આવે છે
આજે ધનતેરસ સાથે 5 દિવસનો દીપ પર્વ શરૂ થઇ રહ્યો છે. જે ભાઈબીજના દિવસે પૂર્ણ થશે. આ પાંચ દિવસના પર્વમાં દરરોજ શ્રદ્ધા પ્રમાણે મંદિર, ઘર, ઓફિસ સહિત નદી અને તળાવના કિનારે અનેક જગ્યાએ દીવા પ્રકટાવવામાં આવે છે. આ પાંચ દિવસનો દીપ પર્વ ધરતીનો સૌથી જૂનો તહેવાર છે. આ દિવસોમાં દીવા પ્રગટાવવાની પરંપરા વર્ષો જૂની છે. તે લગભગ અઢી હજારથી 5 હજાર વર્ષ જૂની સંસ્કૃતિ છે જે ધીમે-ધીમે પરંપરાઓમાં બદલાઇ અને પછી ઉત્સવનું સ્વરૂપ લઇ લીધું.
સભ્યતા અને ધર્મની દૃષ્ટિએ સૌથી જૂનો પર્વઃ-
મિસ્રની મેસોપોટામિયા સભ્યતા લગભગ 10 હજાર વર્ષ જૂની છે પરંતુ તેના પારંપરિક તહેવાર આગળ વધવાની કોઇ સાબિતી મળી નથી. ત્યાર બાદ 5 હજાર વર્ષ જૂની મોહનજોદડો બીજી સૌથી જૂની સભ્યતા છે. ત્યાં મૂર્તિઓ અને દીવા મળ્યાં છે. ધર્મ અંગે વાત કરવામાં આવે તો 3500 વર્ષ પહેલાં લખવામાં આવેલ ઋગ્વેદના શ્રીસૂક્તમાં પણ લક્ષ્મી પૂજાનો ઉલ્લેખ છે. ત્યાં જ, અન્ય થોડાં ધર્મના તહેવારમાં આ પરંપરા નથી અને જાણકારો પ્રમાણે થોડાં ધર્મ વૈદિકકાળ પછી જ શરૂ થયાં છે. એટલે સભ્યતા અને ધર્મ બંને દ્વારા મળેલાં તહેવારની દૃષ્ટિએ દીપોત્સવ દુનિયાનું સૌથી પ્રાચીન પર્વ છે.
તેરસના દિવસે ધનવંતરિ અમૃત લઇને પ્રકટ થયાં, એટલે આ દિવસથી પર્વની શરૂઆત
સમુદ્ર મંથનની કથા પ્રમાણે મહર્ષિ દુર્વાસાના શ્રાપના કારણે સ્વર્ગ શ્રીગીન થઇ ગયું. બધા દેવતા વિષ્ણુજી પાસે પહોંચ્યાં. તેમણે દેવતાઓને અસુર સાથે મળીને સમુદ્ર મંથન કરવા માટે જણાવ્યું. કહ્યું કે, તેમાંથી અમૃત બહાર આવશે અને સમૃદ્ધિ આવશે.
દેવતાઓએ આ વાત અસુરોના રાજા બલિને જણાવી. તે પણ મંથન માટે રાજી થઇ ગયો. આ મંથનમાંથી જ લક્ષ્મીજી, ચંદ્ર અને અપ્સરાઓ પછી ધનવંતરિ કળશમાં અમૃત લઇને આવ્યાં હતાં. ધનવંતરિ તેરસના દિવસે અમૃત સાથે બહાર આવ્યાં હતાં. એટલે સમુદ્ર મંથનનું ફળ આ દિવસે મળ્યું હતું. એટલે દિવાળીનો ઉત્સવ અહીંથી જ શરૂ થયો. વાલ્મીકિએ રામાયણમાં લખ્યું છે કે, અમાસના દિવસે જ લક્ષ્મી અને વિષ્ણુના લગ્ન થયાં હતાં. એટલે દિવાળીએ લક્ષ્મી પૂજા થાય છે.
ધનતેરસના દિવસે વાસણ ખરીદવાની પરંપરાઃ-
ધનવંતરિને આયુર્વેદના જનક કહેવામાં આવ્યાં છે. વિષ્ણુ પુરાણમાં નિરોગી કાયાને જ સૌથી મોટું ધન માનવામાં આવે છે. ધનવંતરિ તેરસના દિવસે જ અમૃત કળશ લઇને પ્રકટ થયાં હતાં. એટલે આ દિવસને ધનતેરસ કહેવામાં આવે છે. તેઓ સોનાના કળશ સાથે આવ્યાં હતાં. એટલે આ દિવસે વાસણ અને સોના-ચાંદી ખરીદવાની પરંપરા છે. પાંચ દિવસનો દીપ ઉત્સવ પણ ધનતેરસથી જ શરૂ થાય છે. આ દિવસે ઘરને સ્વચ્થ કરી, રંગોળી બનાવીને સંધ્યાકાળે દીવો પ્રગટાવીને લક્ષ્મીજીનું આવાહન કરવામાં આવે છે.