ભારત-ચીન વચ્ચે ચાલી રહેલા બોર્ડર તણાવને લઈને રશિયાએ આપ્યું આ સ્ટેટમેન્ટ

ભારત અને ચીન વચ્ચે પૂર્વ લદ્દામાં ચાલી રહેલા તણાવને લઈને રશિયાએ મોટું સ્ટેટમેન્ટ આપ્યું છે. રશિયાનું કહેવું છે કે વૈશ્વિક અશાંતિ અને અનિશ્ચિતતાના સમયમાં ભારત અને ચીન વચ્ચે સીમા પર કોઈ પણ પ્રકારનો તણાવ વધવાથી યુરેશિયા ક્ષેત્રમાં અસ્થિરતા વધશે. અન્ય દેશો આ તણાવને પોતાના ભૂ-રાજકીય હેતુ માટે ઉરુપયોગ કરી શકે છે.

ઓનલાઈન મીડિયા બ્રિફીંગમાં રશિયાના ડેપ્યુટી ચીફ ઓફ કમિશન રોમન બાબુશ્કિને કહ્યું હતું કે, એશિયાઈ શક્તિઓ વચ્ચે તણાવથી રશિયા સ્વાભાવિક રૂપથી ચિંતિત છે. આ ઘણું જરૂરી છે કે બંને દેશો બની શકે તેટલી વધારે રચનાત્મક વાતો કરે. બંને દેશોના એસસીઓ અને બ્રિક્સ સમૂહોના સભ્યો માટે સન્માનજનક વાતો જ મુખ્ય માર્ગ છે. જણાવી દઈએ કે કોરોના વાયરસના મામલમાં વધારો અને અર્મેનિયા અને અજરબૈજાનની વચ્ચે તણાવપુર્ણ સંબંધને લીધે યુરેશિયા ક્ષેત્રમાં છેલ્લા કેટલાંક મહિનાઓથી અશાંતિની સ્થિતિ જોવા મળી રહી છે.

બાબુશ્કિને કહ્યું છે કે, ભારત અને ચીન બંને સાથે વિશેષ રાજકીય સંબંધો હોવાને લીધે રશિયાની સ્થિતિ વિશિષ્ટ છે અને તે સંબંધ સ્વતંત્ર પ્રકૃતિના છે. અમને વિશ્વાસ છે કે ટૂંક સમયમાં જ કોઈ શાંતિપૂર્ણ સમાધાન નીકળી આવશે. તેણે વધુમાં કહ્યું છે કે બંને જ વૈશ્વિક અને જવાબદરા પાડોશી શક્તિઓ છે, જેનામાં સભ્યતાગત સમજદારીની સાથે ઘણી આર્થિક અને રક્ષા સંભાવનાઓ છે.

ભારત અને અમેરિકા વચ્ચે વધતી નિકટતા અંગે પૂછવા પર બાબુશ્કિને કહ્યું છે કે આ સંબંધથી રશિયાને કોઈ સમસ્યા નથી. જ્યારે પણ બહુપક્ષીય અથવા દ્વીપક્ષીય પ્રતિબદ્ધતાઓની વાત આવે છે તો ભારત કોઈ ગુંજાઈશ છોડતું નથી. અમે જાણીએ છીએ કે ભારત પર દબાવ નાખવા અને પ્રતિબંધોનો ખતરો બતાવીને અનુચિત અને ગેરકાનૂની પ્રતિસ્પર્ધાત્મક રીતનો ઉપયોગ કરવાની કોશિશ કરવામાં આવી છે. છેલ્લા કેટલાંક મહિનાઓથી ચીન અને ભઆરત વચ્ચે પૂર્વીય લદ્દાખ વિસ્તારમાં તણાવ ચાલી રહ્યો છે, જેને દુર કરવા માટે ઘણી વખત ઉચ્ચ બેઠકના અધિકારીઓની મીટિંગ પણ આયોજિત થઈ છે પરંતુ હજુ સુધી તેનું કોઈ પોઝીટીવ પરિણામ આવ્યું નથી. આથી ભારતે સેનાને ત્યાં તૈનાત કરી છે.