દાહોદ,
દાહોદ એલ.સી.બી. પોલીસે ઝાલોદ તાલુકાના રણીયાર ગામેથી એક ટાવેરા ફોર વ્હીલર ગાડીમાં હેરાફેરી મારફતે લઈ જવાતો વિદેશી દારૂનો રૂા. 1,68,000ના જથ્થા સાથે ગાડીની કિંમત મળી કુલ રૂા.4,68,000નો મુદ્દામાલ કબજે કર્યાનું જાણવા મળે છે.
દાહોદ એલ.સી.બી. પોલીસને મળેલ બાતમીના આધારે ઝાલોદ તાલુકાના રણીયાર ગામે આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતા. તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક ટાવેરા ફોર વ્હીલર ગાડી પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને ફોર વ્હીલર ગાડી નજીક આવતાંની સાથે તેને ચારેય તરફથી પોલીસે ઘેરી લઈ ગાડીમાં સવાર ચાલક સુરેન્દ્રભાઈ ઉર્ફે હની નગીનભાઈ તૈલી (રહે. લીમડી, તળાવ ફળિયા, ગોધરા રોડ, તા. ઝાલોદ, જિ.દાહોદ) અને ગાડીમાં સવાર અન્ય એક ઈસમ રતીલાલ સુમેશભાઈ હઠીલા (રહે. ડુંગરી ફળિયા, તા. ઝાલોદ, જિ.દાહોદ) નાની પોલીસે અટકાયત કરી ફોર વ્હીલર ગાડીની પોલીસે તપાસ હાથ ધરતાં ફોર વ્હીલર ગાડીમાંથી વિદેશી દારૂ તથા બીયરની પેટીઓ નંગ. 45 જેમાં કુલ બોટલો નંગ. 1440 કિંમત રૂા. 1,68,000 ના પ્રોહી જથ્થા સાથે ફોર વ્હીલર ગાડીની કિંમત મળી કુલ રૂા. 4,68,000નો મુદ્દામાલ દાહોદ એલ.સી.બી. પોલીસે કબજે કરી ઉપરોક્ત બંન્ને ઈસમો વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.