દાહોદ,
દાહોદ ઘટક-1 અને દાહોદ ઘટક-2 આઇ.સી.ડી.એસ કચેરી ખાતે પ્રોગ્રામ ઓફિસર દ્વારા આંગણવાડી કાર્યકર બહેનોની મિટીંગ યોજાઇ હતી. જેમા સચોટ કામગીરી કરવા બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. દાહોદ તાલુકામાં આંગણવાડી કાર્યકર તેમજ તેડાગર પોતાના ઘરે કેન્દ્ર ચલાવતા હોય તો સ્થગિત કરવા પ્રોગ્રામ ઓફિસર દ્વારા સુચના આપવામાં આવી હતી.
તેમજ આંગણવાડી કાર્યકર માંથી મુખ્ય સેવિકા માટેની બઢતી આપવા માટે તમામ કાર્યકર બહેનોના જિલ્લા કક્ષાની ટીમ દ્વારા પ્રમાણપત્રોની ચકાસણી કરવામાં આવી હતી. પ્રોગ્રામ ઓફિસર દ્વારા કુપોષણ દુર કરવા સુચના આપવામાં આવી હતી. પોષણ ટ્રેકરમાં કાર્યકર બહેનોને તમામ ઇન્ડિકેટર જેમ કે વજન, ઉચાઇ, ગૃહ મુલાકાત, દૈનિક ટ્રેકિંગ તેમજ અન્ય એન્ટ્રી કઈ રીતે કરવી તે વિશે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.