ચીનની કંપનીએ પાકિસ્તાનના ટેલિકોમ સેક્ટરમાં કરોડો રૂપિયાનું રોકાણ કરવાની યોજના બનાવી છે,

બીજીંગ,

ચીનના સમૂહ સનવૉક ગ્રૂપે પાકિસ્તાનના ટેલિકોમ સેક્ટરમાં ઇં૨ બિલિયન (આશરે રૂ. ૧,૬૫,૪૧,૪૦,૦૦,૦૦૦ કરોડ)નું રોકાણ કર્યું છે, જેથી પાકિસ્તાનના ૧,૦૦,૦૦૦ કિમીને નિયત સમયમર્યાદામાં આવરી લેતું ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક નાખવાની યોજના બનાવી છે.

ચેરમેન એચઓયુની આગેવાની હેઠળ સનવોક ગ્રુપનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ આઇટી અને ટેલિકોમના ફેડરલ મંત્રી સૈયદ અમીનુલ હકને મળ્યા. તમને જણાવી દઈએ કે આ જાણકારી બિઝનેસ રેકોર્ડરના રિપોર્ટ દ્વારા સામે આવી છે. સનવોક ગ્રુપના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે ફેડરલ મંત્રી સૈયદ અમીનુલ હક સાથેની બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.મીટિંગ દરમિયાન ઓપ્ટિકલ ફાઈબર કેબલ,ટેલિકોમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રાઈટ ઓફ વેમાં રોકાણ પર ચર્ચા થઈ છે.

તમને જણાવી દઈએ કે સનવોક પ્રાઈવેટ લિમિટેડ ટેલિકોમ્યુનિકેશન અને ટેક્નોલોજી આધારિત મલ્ટીનેશનલ પ્રાઈવેટ ચીની કંપની છે. આ જ કંપનીએ ચીનમાં ઘણા ટેલિકોમ્યુનિકેશન અને કોમ્યુનિકેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ વિક્સાવવા માટે કામ કર્યું છે, એટલું જ નહીં, સનવોક ગ્રૂપે હવે પાકિસ્તાનમાં પણ ટીઆઈપી લાઇસન્સ મેળવ્યું છે.

ચીનની આ કંપનીએ કામ કરવાનું શરૂ કરી દીધું છે અને પાકિસ્તાનના ટેલિકોમ સેક્ટરમાં ૫ મિલિયન ડોલર (૪૧,૩૬,૫૭,૫૦૦ કરોડ રૂપિયા)નું રોકાણ કર્યું છે. બિઝનેસ રેકોર્ડરના અહેવાલ મુજબ, રોકાણ કર્યા પછી, હવે આ ચીની કંપનીનું આગળનું પગલું પાકિસ્તાનના ૫ હજાર કિલોમીટરની ત્રિજ્યામાં ઓપ્ટિકલ ફાઈબર કેબલ ફેલાવવાનું છે. મીટિંગમાં પાકિસ્તાની મંત્રીએ ચીનના પ્રતિનિધિમંડળને કહ્યું કે ઓપ્ટિકલ ફાઈબર કેબલ નાખવા અંગે રેલવે મંત્રાલય અને હાઈવે ઓથોરિટી સાથે વાતચીત ચાલી રહી છે. તેમણે આશ્ર્વાસન આપ્યું કે આ અંગેની તમામ અડચણો ટૂંક સમયમાં દૂર કરવામાં આવશે.

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ કરવા પહોંચેલી પોલીસ અને સમર્થકોમાં હોબાળો ચાલુ છે, કેટલાય કલાકોથી ચાલી રહેલા આ હંગામાએ સમગ્ર પાકિસ્તાનમાં ખળભળાટ મચાવી દીધો છે, આ હોબાળો વધુ વયો છે. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે સમર્થકો સતત પોલીસ પર પથ્થરમારો કરી રહ્યા છે.