શક્તિશાળી ભૂકંપથી ધ્રુજી ઉઠી ન્યૂઝીલેન્ડની ધરા, સુનામીનું અલર્ટ જાહેર

કેરમાડેક,

ન્યૂઝીલેન્ડમાં ગુરુવારે ભૂકંપના જોરદાર આંચકાનો અનુભવ થયો. ભૂકંપના આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૭.૦ની હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ આ ભૂકંપ ન્યૂઝીલેન્ડના કેરમાડેક ટાપુ પર આવ્યો. ચીન ભૂકંપ નેટવર્ક કેન્દ્રના જણાવ્યાં મુજબ ચીનના સમય મુજબ ૮.૫૬ વાગે ન્યૂઝીલેન્ડમાં આ ભૂકંપ આવ્યો.

યુએસ જિયોલોજિકલ સર્વે મુજબ ભૂકંપના આંચકાની તીવ્રતા ૭.૧ની હતી. ભૂકંપનું કેન્દ્ર જમીનથી ૧૦ કિલોમીટર અંદર હતું. ભૂકંપ બાદ સુનામીની અલર્ટ પણ જાહેર કરાઈ છે.

હાલમાં જ તુર્કી અને સીરિયામાં ૬ ફેબ્રુઆરીએ ૭.૮ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપ સીરિયા અને તુર્કીની બોર્ડર પર હતો જેના કારણે બંને દેશોમાં ભારે તબાહી મચી. જેમાં ૫૦ હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. ૫,૨૦,૦૦૦ અપાર્ટમેન્ટ્સ સહિત ૧,૬૦,૦૦૦ જેટલી ઈમારતો ભૂકંપમાં વસ્ત થઈ ગઈ.