૩૦ જિલ્લામાં ૧ લાખ ૨૫ હજાર ૭૦૭ બાળકો કુપોષિત, નર્મદા જિલ્લામાં આંકડો સૌથી વધુ

ગાંધીનગર,

ગુજરાત વિધાનસભામાં સરકારે કુપોષણના આંકડા જાહેર કર્યા છે. જેમાં ૩૦ જિલ્લાઓમાં એક લાખ ૨૫ હજાર ૭૦૭ બાળકો કુપોષણથી પીડિતા હોવાનું સામે આવ્યું છે. જેમાં એક લાખ એક હજારથી વધુ બાળકો ઓછા વજન વાળા છે.

જ્યારે ૨૪ હજાર ૧૨૧ બાળકો સૌથી ઓછા વજનવાળા હોવાનું સરકારે ગૃહમાં સ્વિકાર્યુ છે. રાજ્યના ૩૦ જિલ્લામાંથી સૌથી વધુ કુપોષણ બાળકો નર્મદા જિલ્લામાં ૧૨,૪૯૨ છે. તો વડોદરા જિલ્લામાં ૧૧,૩૨૨ બાળકો કુપોષિત હોવાનું સામે આવ્યું છે.

ગુજરાતમાં ૩૦ જિલ્લામાં ૧ લાખ ૨૫ હજાર ૭૦૭ બાળકો કુપોષિત,એક લાખ એક હજારથી વધુ બાળકો ઓછા વજન ધરાવતા,૨૪ હજાર ૧૨૧ બાળકો સૌથી ઓછું વજન ધરાવતા,નર્મદા જિલ્લામાં સૌથી વધુ ૧૨,૪૯૨ બાળકો કુપોષિત,વડોદરા જિલ્લામાં ૧૧,૩૨૨ બાળકો કુપોષિત