ગોધરા સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજ રૂમમાં ટેકનીકલ કારણોસર આગ લાગી

  • ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ લેવાયો.

ગોધરા,

ગોધરા સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજ રૂમમાં ટેકનીકલ કારણોસર આગ લાગી હતી. આગ લાગી તે સમયે કોલ્ડ સ્ટોરેજ મશીનમાં રાખેલ મૃતદેહને સમયસર બહાર કાઢવામાં આવ્યો. આગની ધટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ દ્વારા આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો.

ગોધરા સિવિલ હોસ્પિટલમાં મૃતદેહની સાચવણી માટે કોલ્ડ સ્ટોરેજ રૂમ આવેલ છે. આ કોલ્ડ સ્ટોરેજ રૂમમાં આજરોજ ટેકનીકલ કારણોસર આગ લાગી હતી. કોલ્ડ સ્ટોરેજ રૂમમાં આગ ધટના સમયે મૃતદેહ રાખવામાં આવ્યો હતો. તે કોલ્ડ સ્ટોરેજ રૂમ પર ફરજ પરના કર્મચારીઓએ સમય સુચકતા વાપરીને મૃતદેહને બહાર કાઢી લેવામાં આવ્યો હતો. કોલ્ડ સ્ટોરેજમાં આગની ધટનાની ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર બ્રિગેડ દ્વારા આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો. કોલ્ડ સ્ટોરેજ રૂમમાં કોમ્પ્રેસરમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે.