લુણાવાડાના ધો-12ના વિધાર્થીએ એપેન્ડિક્ષનુ ઓપરેશન કરી પરીક્ષા આપી

લુણાવાડા,

ધોરણ-10 અને 12ની પરીક્ષાનો આરંભ થઈ ગયો છે. લુણાવાડાના ધો-12ના હાજી જી.યુ.પટેલ પરીક્ષા કેન્દ્ર પર એપેન્ડિક્ષનુ ઓપરેશન કરી પરીક્ષા આપી હતી.

ઝારા ગામનો વિધાર્થી નાયક ચેતન કિરીટભાઈ લુણાવાડા નગરની કિસાન માઘ્યમિક વિઘાલયમાં અભ્યાસ કરતો હતો. ધો-12માં અભ્યાસ કરતા ચેતન નાયકને પેટમાં વારંવાર દુ:ખાવો થતાં શહેરની હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ત્યાં તેને એપેન્ડિક્ષનુ ઓપરેશન કરાવવાની જરૂરિયાત ઉભી થઈ હતી. પરીક્ષાના થોડા દિવસો બાકી હોવા છતાં ઓપરેશન કરાવ્યા વગર ચાલે તેમ ન હોવાથી હોસ્પિટલમાં આંતરડુ દુર કરાયુ હતુ. લુણાવાડા શહેરના હાજી.જી.યુ.પટેલ હાઈસ્કુલના સેન્ટર પર પરીક્ષા આપવા આવી પહોંચ્યો હતો. અને બરાબર ચાલતુ ન હોવા છતાં સતત બેસાતુ ન હોવા છતાં વર્ષ બગડે ના તે માટે પરીક્ષાનુ પેપર આપ્યુ હતુ.