શહેરા,
મોરવા(હ)ના સાલીયા(સંતરોડ)ખાતે લગ્નના બે દિવસ બાદ 21 વર્ષની પરિણિતાએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપધાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના મોરા ડુંગરા નવી વસાહતના ડેઝર ફળિયામાં રહેતા અરવિંદભાઈ નાનજીભાઈ જાલૈયાની 21 વર્ષની પુત્રી નામે ઉર્વશી જેના લગ્ન બે દિવસ અગાઉ મોરવા(હ)તાલુકાના સાલીયા(સંતરોડ)ગામે આવેલ શિવશક્તિ સોસાયટીમાં રહેતા સતીશભાઈ લક્ષ્મણભાઈ ભાભોર સાથે સમાજના રિતી રિવાજ મુજબ થયા હતા.ઉર્વશીએ લગ્નના માત્ર બે જ દિવસ બાદ કોઈ અગમ્ય કારણોસર સંતરોડ ખાતે આવેલ મકાનના ઉપરના માળે આવેલા રૂમમાં સિલીંગના હુક સાથે સાડી વડે ગળેફાંસો ખાઈ આપધાત કરી પોતાનુ જીવન ટુંકાવ્યુ હતુ. બનાવની જાણ ઉર્વશીના પિતા અરવિંદભાઈ જાલૈયા સહિતના પરિવારજનોને થતાં બનાવ સ્થળે પહોંચી બનાવ સમગ્ર મામલે યુવતિના પિતા અરવિંદભાઈએ સાલીયા આઉટ પોલીસ સ્ટેશનમાં કરતા પોલીસ ધટના સ્થળે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.